વર્લ્ડ કપ 2019: રોહિતની 23મી વનડે સદી, ભારતે પોતાની પ્રથમ મેચ જીતી, આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું

વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે વિશ્વકપમાં વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. આ મેચમાં રોહિત શર્માએ અણનમ 122 રન ફટકાર્યા હતા અને તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો. 

વર્લ્ડ કપ 2019:  રોહિતની 23મી વનડે સદી, ભારતે પોતાની પ્રથમ મેચ જીતી, આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું

સાઉથેમ્પ્ટનઃ વિશ્વકપ 2019માં ભારતીય ટીમ વિજય સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરી છે. રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમ આફ્રિકાને સાત વિકેટે પરાજય આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા આફ્રિકાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 227 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 47.3 ઓવરમાં 230 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ભારત તરફથી રોહિત શર્માએ અણનમ 122 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 15 રન બનાવી અણનમ રહ્યો હતો. આફ્રિકા તરફથી રબાડાએ બે વિકેટ ઝડપી હતી. 

ધવન-વિરાટ અને રાહુલ ફ્લોપ
ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે છઠ્ઠી ઓવરમાં 13 રનના સ્કોર પર ધવનની વિકેટ ગુમાવી હતી. ધવનને રબાડાએ ડીકોકના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 54 રન હતો ત્યારે કેપ્ટન વિરાટ કોહલી (18) ફેહલુકવાયોનો શિકાર બન્યો હતો. તેણે 34 બોલનો સામનો કરતા 1 બાઉન્ડ્રી ફટકારી હતી. ત્યારબાદ ટીમે 139 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. રાહુલ (26) રબાડાનો શિકાર બન્યો હતો. તેણે 42 બોલનો સામનો કરતા 2 બાઉન્ડ્રી ફટકારી હતી. 

રોહિત શર્માની વિશ્વ કપમાં બીજી સદી
રોહિત શર્માએ 10 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 128 બોલ પર પોતાની સદી પૂરી કરી હતી. તેની આ 23મી આંતરરાષ્ટ્રીય સદી છે. 

રોહિત વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીયોમાં ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. સૌરવ ગાંગુલી 22 સદીની સાથે ચોથા સ્થાન પર છે. તેની વિશ્વકપમાં આ બીજી સદી છે. તેણે આ પહેલા 2015માં બાંગ્લાદેશ વિરુદ્ધ 137 રનની ઈનિંગ રમી હતી. 

ધોની અને રોહિત વચ્ચે 74 રનની ભાગીદારી
ભારતે 139 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ધોની અને રોહિતે મળીને ટીમને વિજય સુધી પહોંચાડ્યું હતું. બંન્નેએ ચોથી વિકેટ માટે 74 રનની ભાગીદારી કરી હતી. ધોની 46 બોલમાં 34 રન બનાવી આઉટ થયો હતો. 

ઓસ્ટ્રેલિયાની બરાબર પહોંચ્યું ભારત
રોહિતે વિશ્વકપમાં ભારત તરફથી 26મી સદી ફટકારી. આ વિશ્વકપની કુલ 168મી સદી છે. ભારત ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલામાં સંયુક્ત રુપથી પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. તેણે ઓસ્ટ્રેલિયાની 26 સદીની બરાબરી કરી છે. 

ક્રિસ મોરિસ આફ્રિકાનો ટોપ સ્કોરર
દક્ષિણ આફ્રિકા માટે 8માં  ક્રમે બેટિંગ કરવા આવેલા ક્રિસ મોરિસે સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. આ સિવાય ડી કોકે 10, ફાફ ડુ પ્લેસિસ 38, રસી વાન ડર ડુસેન 22, ડેવિડ મિલર 31, ફેહલુકવાયો 34 અને રબાડાએ 31 રન બનાવ્યા હતા. 

આફ્રિકાએ પ્રથમ 10 ઓવરમાં માત્ર 34 રન બનાવ્યા 
ભારત તરફથી યુજવેન્દ્ર ચહલ સૌથી સફળ બોલ રહ્યો. તેણે 51 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. તે વિશ્વકપમાં કોઈ મેચમાં 4 કે તેથી વધુ વિકેટ ઝડપનાર ભારતનો 17મો બોલર છે. જવાગલ શ્રીનાથ, યુવરાજ સિંહ, આશીષ નેહરા અને ઉમેશ યાદવ વિશ્વકપના કોઈ મેચમાં 2-2 વખત ચાર કે તેથી વધુ વિકેટ ઝડપી ચુક્યા છે. 

બુમરાહ-ભુવીએ ઝડપી 2-2 વિકેટ
ચહલ સિવાય ભુવનેશ્વર કુમારે 44 અને જસપ્રીત બુમરાહે 35 રન આપીને બે-બે વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવ 46 રન આપીને એક વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. આ પહેલા આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. તેણે પારવપ્લે (શરૂઆતી 10 ઓવર)માં જ પોતાના બંન્ને ઓપનર હાશિમ અમલા અને ડીકોકની વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન તેના 34 રન બન્યા હતા. બંન્નેને બુમરાહે આઉટ કર્યાં હતા. 

ચહલે એક ઓવરમાં ડુસેન-ડુ પ્લેસિસને આઉટ કર્યાં
અમલા અને ડીકોક આઉટ થયા બાદ ફાફ ડુ પ્લેસિસ અને રસી વાન ડર ડુસેને ઈનિંગ સંભાળી હતી. બંન્નેએ ત્રીજી વિકેટ માટે 54 રનની ભાગીદારી કરી. ટીમનો સ્કોર જ્યારે 78 રન હતો, ત્યારે ચહલે પોતાની ઓવરના પ્રથમ બોલ પર ડુસેન અને અંતિમ બોલ પર ડુ પ્લેસિસને આઉટ કર્યાં હતા. કુલદીપે 23મી ઓવરમાં જેપી ડ્યુમિનીને LBW આઉટ કર્યો હતો. 

મોરિસ-રબાડા વચ્ચે 8મી વિકેટ માટે 66 રનની ભાગીદારી
ડેવિડ મિલર અને એન્ડિલો ફેહલુકવાયોએ છઠ્ઠી વિકેટ માટે 46 રન જોડ્યા હતા. પરંતુ મિલર 36મી ઓવરમાં ચહલનો શિકાર બન્યો હતો. ટીમના ખાતામાં 23 રન જોડાયા ત્યારે ફેહલુકવાયો પણ આઉટ થયો હતો. ત્યારબાદ રબાડા અને મોરિસે 8મી વિકેટ માટે 59 બોલ પર 66 રનની ભાગીદારી કરી હતી. મોરિસ જ્યાપે પોતાની બીજી વનડે અડધી સદીથી 8 રન દૂર હતો ત્યારે ભુવીએ તેને આઉટ કર્યો હતો. ભુવીએ અંતિમ બોલ પર તાહિરની વિકેટ પણ ઝડપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news