ધોનીની બેટિંગ પર સવાલ ઉઠાવવા આશ્ચર્યજનકઃ બાંગર


ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સંજય બાંગરે ધોનીની બેટિંગ પર સવાલ ઉઠાવનારા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે આ વિશ્વકપમાં ધોનીએ માત્ર એકવાર અફઘાનિસ્તાન વિરુદ્ધ છોડીને તમામ મેચમાં પોતાની ભૂમિકા નિભાવી છે. 


 

ધોનીની બેટિંગ પર સવાલ ઉઠાવવા આશ્ચર્યજનકઃ બાંગર

બર્મિંઘમઃ ભારતીય ટીમના બેટિંગ કોચ સંજય બાંગરે એમએસ ધોનીનું સમર્થન કરતા સોમવારે અહીં કહ્યું કે, સ્ટ્રાઇક રેટને લઈને આ અનુભવી બેટ્સમેનની સતત થઈ રહેલી ટીકાથી તે આશ્ચર્યચકિત છે. ધોનીએ રવિવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 31 બોલમાં અણનમ 42 રન બનાવ્યા પરંતુ ભારત આ મેચ 31 રનથી હારી ગયું હતું. આ હાર બાદ એકવાર ફરી અંતિમ ઓવરમાં ઝડપથી રન બનાવવાની ધોનીની ક્ષમતા પર સવાલ ઉઠવા લાગ્યા છે. 

બાંગ્લાદેશ વિરુદ્ધ મેચની પૂર્વ સંધ્યા પર બાંગરે કહ્યું, એક ઈનિંગ (અફઘાન વિરુદ્ધ 52 બોલમાં 28 રન)ને છોડી દો તો તેણે હંમેશા પોતાની ભૂમિકા નિભાવી છે. તેણે 7 મેચમાંથી 5માં ટીમ માટે પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી છે. 

તેમણે કહ્યું, 'તેણે આફ્રિકા વિરુદ્ધ રોહિત શર્માની સાથે 70 રનની ભાગીદારી કરી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પણ તેને જરૂરી હતું તે કર્યું. માનચેસ્ટરમાં મુશ્કેલ પિચ પર 58 રનની મહત્વની ઈનિંગ રમી. અહીં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પણ તેણે પોતાની ભૂમિકા નિભાવી.'

બાંગરને લાગતું નથી કે અંતિમ ઓવરોમાં ધોની અને કેદારના પ્રયાસોમાં કોઈ કમી હતી. તેમણે કહ્યું, મને એવું નથી લાગતું કારણ કે તેણે અંતિમ ઓવરમાં શાનદાર બોલિંગ કરી. તેણે મેદાન (બાઉન્ડ્રી)ની લંબાઈનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને એવી બોલિંગ કરી જેના પર મોટા શોટ લગાવવા મુશ્કેલ હતા. 

ભુવનેશ્વર કુમાર ફિટ છે. બાંગરે બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ બોલરોની સાથે ઉતરવાની યોજનાને નકારી નથી. તેમણે સંકેત આપ્યો કે રવીન્દ્ર જાડેજાને તક મળી શકે છે. 

બાંગરે કહ્યું, 'ટીમ મેનેજમેન્ટ અહીંના મેદાન અને સ્થિતિને જોતા ઘણા સંયોજનો અપનાવી શકે છે. અમે એવું સંયોજન પણ બનાવી શકીએ જેમાં હાર્દિક પંડ્યાની સાથે ત્રણ ફાસ્ટ બોલર હોય. બાંગરને જ્યારે પૂછવામાં આવ્યું કે શું જાધવને અંતિમ-11માથી બહાર કરવામાં આવશે તો તેમણે કહ્યું, અમે જાડેજાને ટીમમાં સામેલ કરવા વિશે વિચારી રહ્યાં છીએ. ટીમ સંયોજન માટે તમામ ખેલાડીઓના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news