J&K માં 6 મહિના માટે વધ્યું રાષ્ટ્રપતિ શાસન, અનામત વિધેયકને રાજ્યસભાની મંજુરી
આ બિલમાં આંતરરાષ્ટ્રીય સીમના 10 કિલોમીટરના વર્તુળમાં રહેનારા લોકોને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં 3 ટકા અનામતનો વિસ્તાર અપાયો છે
Trending Photos
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર અનામત અધિનિયમ 2004માં સંશોધન માટે સોમવારે રાજ્યસભામાં વિધેયક રજુ કર્યું. અનમત બિલને લોકસભા પહેલા જ મંજુરી મળી ચુકી છે. આ બિલનો ટીએમસી અને બિજેડીએ સમર્થન કર્યું છે. જમ્મુ કાશ્મીરનાં મુદ્દે ટીએમસી સંસદ ડેરેક ઓબ્રાઇને સમર્થન આપતા કહ્યું કે, ભારતીયોને ફાયદો મળે એટલા માટે અમે જમ્મુ કાશ્મીર અનામત બિલનું સમર્થન કરીએ છીએ. સાથે જ રાષ્ટ્રપતિ શાસન વધારવાનાં પ્રસ્તાવનું પણ સમર્થન કરે છે.
જાયરાને તેના બોયફ્રેંડે બોલિવુડ છોડવાનું કહ્યું હોય તેવું પણ બને: ફારુક અબ્દુલ્લા
આ સાથે જ સદનમાં કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહિના માટે વધારવાનાં પ્રસ્તાવ અંગે પણ ટીએમસી અને બીજદના સમર્થન આપ્યું છે. ચર્ચા થઇ અને આ દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષનાં વચ્ચે અનેક મુદ્દાઓ અંગે તીખી તકરાર પણ જોવા મળી. આ બિલમાં આંતરરાષ્ટ્રીય સીમાના 10 કિલોમીટરના વર્તુળમાં રહેનારા લોકોને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં 3 ટકા અનામતને વિસ્તાર આપવામાં આવ્યો છે.
સવર્ણોને 10% અનામત અંગે સુપ્રીમ કોર્ટમાં હવે 16 જુલાઇએ સુનાવણી હાથ ધરાશે
આ બિલ અંગે જમ્મુ અને કાશ્મીર અધિનિયમ સીધી ભરતી, બઢતી અને અલગ અલગ શ્રેણીઓમાં અનેક વ્યવસાયિક પાઠ્યક્રમોમાં પ્રવેશ માટે અનામત પ્રદાન કરે છે, પરંતુ તેનો વિસ્તાર આંતરરાષ્ટ્રીય સીમાથી લાગેલા વ્યક્તિઓ માટે નહોતું. આ વિસ્તારને પાકિસ્તાની સેનાના ફાયરિંગ તથા ગોળીબારનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે ઘણી વખત સુરક્ષીત સ્થળો પર જવા માટે બાધ્ય થવું પડે છે.
ટ્વીટર પર એક્ટિવ થયા RSS ચીફ મોહન ભાગવત, થોડા જ કલાકોમાં સેંકડો followers
અમિત શાહે લોકસભામાં કહ્યું કે, સીમા પર સતત તણાવના કારણે આંતરરાષ્ટ્રીય સીમા પર રહેલા વ્યક્તિઓને સામાજિક-આર્થિક તથા શૈક્ષણીક પછાતપણુ સહન કરવું પડે છે. તેમણે કહ્યું કે, આ ક્ષેત્રોનાં નિવાસીઓને વારંવાર તણાવના કારણે સુરક્ષીત સ્થલો પર જવું પડે છે અને તેના કારણે તેમનો અભ્યાસ પ્રભાવિત થાય છે કારણ કે સીમા નજીકની શિક્ષણ સંસ્થા લાંબા સમય સુધી બંધ રહે છે.
મગજના તાવના કારણો અંગે કોઇ જ માહિતી નહી હોવાનો નીતીશનો વિધાનસભામાં એકરાર
તેમણે કહ્યું કે, આ કારણથી તે જરૂરી હતું કે આંતરરાષ્ટ્રીય સીમા પર રહેલા વિસ્તારમાં તેઓ રહેતા લોકોને વાસ્તવિક સીમા નિયંત્રણ રેખા (એએલઓસી) પર રહેતા લોકોની જેમ અનામતનો વિસ્તાર કરવામાં આવે. કેન્દ્રીય મંત્રીમંડળે ફેબ્રુઆરીમાં જમ્મુ અને કાશ્મીર સરકારનાં પ્રસ્તાવને મંજુરી આપી હતી, જેમાં રાષ્ટ્રપતિદ્વારા જમ્મુ અને કાશ્મીર અનામત (સંશોધન) અધ્યાદેશ 2019ના રોજ ઇશ્યું કરવા માટે કહેવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે