હાશિમ અમલાએ તોડ્યો ડિવિલિયર્સ, રોહિત અને સચિન જેવા દિગ્ગજોનો આ રેકોર્ડ

આઈસીસી વિશ્વકપ-2019ની 25મી મેચમાં આફ્રિકાના બેટ્સમેન હાશિમ અમલાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે કરિયરમાં 8 હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. 

હાશિમ અમલાએ તોડ્યો ડિવિલિયર્સ, રોહિત અને સચિન જેવા દિગ્ગજોનો આ રેકોર્ડ

નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના બેટ્સમેન હાશિમ અમલાએ વિશ્વ કપ 2019ની 25મી મેચમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. હાશિમ અમલાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 25 રન બનાવતા જ વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 8 હજાર રન બનાવવાના મામલામાં તમામ દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. 

હાશિમ અમલા વનડે ક્રિકેટમાં સૌથી ઓછી ઈનિંગમાં 8000 રન બનાવનાર બીજો ખેલાડી બની ગયો છે. હાશિમ અમલાએ 176 ઈનિંગમાં 8000 વનડે આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યાં છે. આ મામલામાં વિરાટ કોહલી તેનાથી આગળ છે. કોહલીએ 175 ઈનિંગમાં 8 હજાર રન પૂરા કર્યાં હતા. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી હાશિમ અમલા ફ્લોપ રહ્યો બાકી વિરાટનો રેકોર્ડ તોડવાની તક તેની પાસે હતી. 

હાશિમ અમલા દક્ષિણ આફ્રિકા માટે સૌથી ઝડપી 8000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. હાશિમ અમલા પહેલા પૂર્વ કેપ્ટન એબી ડિવિલિયર્સે 182 ઈનિંગમાં આ કમાલ કર્યો હતો. તો પ્રોટિયાઝ ટીમ માટે 8000 રન પૂરા કરનાર હાશિમ અમલા ચોથો ખેલાડી બની ગયો છે. તેની પહેલા જેક કાલિસ, ડિવિલિયર્સ અને હર્શલ ગિબ્સે 8000 રન બનાવ્યા હતા. 

હાશિમ અમલાએ સૌથી ઓછી ઈનિંગમાં 8 હજારથી વધુ રન બનાવવાના મામલામાં ડિવિલિયર્સ, સૌરવ ગાંગુલી, રોહિત શર્મા, રોસ ટેલર અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અમલા સૌથી ઓછી ઈનિંગમાં 2000થી 7000 રન બનાવવાના મામલામાં ટોપ પર છે. 

સૌથી ઓછી ઈનિંગમાં 8000 વનડે રન

વિરાટ કોહલી 175 ઈનિંગ

હાશિમ અમલા 176 ઈનિંગ

એબી ડિવિલિયર્સ 182 ઈનિંગ

ગાંગુલી અને રોહિત શર્મા 200 ઈનિંગ

રોસ ટેલર 203 ઈનિંગ

હાશિમ અમલાની વનડે સફર

1 હજાર રન 24 ઈનિંગ

2 હજાર રન 40 ઈનિંગ

3 હજાર રન 57 ઈનિંગ

4 હજાર રન 81 ઈનિંગ

5 હજાર રન 101 ઈનિંગ

6 હજાર રન 123 ઈનિંગ

7 હજાર રન 150 ઈનિંગ

8 હજાર રન 176 ઈનિંગ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news