વર્લ્ડ કપ ફાઇનલઃ ક્રિકેટના જનક ઈંગ્લેન્ડનની 'અન્ડરડોગ' ન્યૂઝીલેન્ડ સામે ટક્કર, કઈ ટીમ મજબૂત

ઈંગ્લેન્ડે ચોથી વખત વિશ્વ કપ-2019ના ફાઇનલમાં જગ્યા બનાવી છે, જ્યારે ન્યૂઝીલેન્ડ સતત બીજીવાર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું. જો ટીમ ઐતિહાસિક લોર્ડ્સમાં જીતશે, તે પ્રથમ વખત ટ્રોફી ઉપાડવાનું ગૌરવ હાસિલ કરશે. 

વર્લ્ડ કપ ફાઇનલઃ ક્રિકેટના જનક ઈંગ્લેન્ડનની 'અન્ડરડોગ' ન્યૂઝીલેન્ડ સામે ટક્કર, કઈ ટીમ મજબૂત

નવી દિલ્હીઃ ક્રિકેટ પ્રશંસકો માટે સૌથી મોટો ઉત્સવ એટલે કે આઈસીસી વિશ્વ કપ ફાઇનલ રવિવારે લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાશે. ક્રિકેટનું જનક ઈંગ્લેન્ડ અને હંમેશા 'અન્ડરડોગ' કહેવાતી ટીમ ન્યૂઝીલેન્ડ આમને-સામને હશે અને પૂરી દુનિયાને વર્લ્ડ ચેમ્પિયન મળશે. 

ઇયોન મોર્ગનની આગેવાની વાળી ટીમ ઈંગ્લેન્ડે 5 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને સેમિફાઇનલમાં હરાવીને વિશ્વ કપ-2019ની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તો ન્યૂઝીલેન્ડે 2 વખતની ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને સેમિફાઇનલમાં 18 રનથી હરાવ્યું, જે મેચનું પરિણામ રિઝર્વ ડેમાં હતું. હવે જે પણ ટીમ ફાઇનલ જીતશે, તે આ ચમકતી ટ્રોફી પ્રથમ વખત ઉઠાવશે. 

ઈંગ્લેન્ડ આ વૈશ્વિક ટૂર્નામેન્ટની યજમાની પાંચમી વખત કરી રહ્યું છે અને ચોથી વખત ફાઇનલમાં પહોંચ્યું છે. વર્ષ 1979, 1987, 1992 બાદ હવે ઈંગ્લેન્ડની ટીમ ટાઇટલ જીતવાનું ચૂકશે નહીં. સૌથી પહેલા 1979મા ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ફાઇનલ મેચ રમી પરંતુ ટ્રોફી ઉઠાવવાથી ચૂકી ગઈ હતી. ત્યારબાદ 1987મા ઈડન ગાર્ડન પર ફાઇનલમાં એલન બોર્ડરની આગેવાની વાળી ટીમ ઓસ્ટ્રેલિયાએ તેને હરાવ્યું હતું. છેલ્લે 1992મા ઇમરાન ખાનની આગેવાની વાળી પાકિસ્તાની ટીમે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. હવે 27 વર્ષ બાદ તેની પાસે તક છે કે તે વિશ્વ કપ જીતવાનું ગૌરવ હાસિલ કરે. 

બેટિંગ છે ઈંગ્લેન્ડની તાકાત
યજમાન ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટે અત્યાર સુધી ટૂર્નામેન્ટની 10 મેચોમાં 549 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 3 અડધી સદી ફટકારી છે. તો જોની બેયરસ્ટોએ 10 મેચોમાં 496 રન બનાવ્યા છે. તેના નામે અત્યાર સુધી 2 સદી અને 2 અડધી ફટકારી છે. જેસન રોય અત્યાર સુધી 6 ઈનિંગમાં 426 રન બનાવ્યા, 4 અડધી સદી અને 1 સદી ફટકારી છે. બેન સ્ટોક્સ (381 રન) અને કેપ્ટન ઇયોન મોર્ગન (362 રન)ને પણ યોગદાન આપ્યું છે. આ બેટ્સમેનોના દમ પર જ આ એડિશનમાં ટોપ સ્કોર (397/6) ઈંગ્લેન્ડના નામે નોંધાયેલો છે. 

સેમિફાઇનલમાં પહોંચ્યું ન્યૂઝીલેન્ડ
તેને ન્યૂઝીલેન્ડનું ભાગ્ય કહેવામાં આવશે કે તે સેમિફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યું. ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનના બરાબર અંક હોવા છતાં સેમિફાઇનલમાં જગ્યા બનાવી. તેની નેટ રનરેટ ઘણી સારી હતી. પછી સેમિફાઇનલમાં પણ વરસાદને કારણે રિઝર્વ ડેમાં પરિણામ આવ્યું અને તેણે ભારતને પરાજય આપ્યો હતો. ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે સતત બીજીવાર જગ્યા બનાવી છે, ગત વર્ષે તેણે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. 

કેપ્ટન વિલિયમસન છે ન્યૂઝીલેન્ડની મોટી તાકાત
ન્યૂઝીલેન્ડની ટીમની તાકાત તેનો કેપ્ટન કેન વિલિયમસન છે, જે ઘણીવાર સંકટમોચક સાબિત થયો છે. ટીમના છ એવા ખેલાડી છે જે છેલ્લા વિશ્વકપમાં રમી ચુક્યા છે. વિલિયમસને અત્યાર સુધી 9 મેચોની 8 ઈનિંગમાં 548 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને બે અડધી સદી છે. તો રોસ ટેલરે 8 ઈનિંગમાં 335 રન બનાવ્યા છે. બોલિંગની વાત કરીએ તો લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી અને જિમી નીશામે ટીમ માટે ઘણું યોગદાન આપ્યું છે. 

ન્યૂઝીલેન્ડના બોલર બદલી શકે છે પાસું
ન્યૂઝીલેન્ડની પાસે લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ અને મેટ હેનરી જેવા પેસર છે, જે મેચ પલટવાની ક્ષમતા ધરાવે છે. ભારત વિરુદ્ધ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડના બોલરોએ કમાલનું પ્રદર્શન કર્યું હતું, જો આ પ્રકારનું પ્રદર્શન ફાઇનલમાં થયું તો ન્યૂઝીલેન્ડ ટાઇટલ જીતી શકે છે. ફર્ગ્યુસને અત્યાર સુધી 18 વિકેટ ઝડપી છે, તો બોલ્ટના નામે 17 વિકેટ છે. હેનરીએ 13 અને નીશમે 12 વિકેટ લીધી છે. મિશેલ સેન્ટનરનું નામે અત્યાર સુધી 6 વિકેટ છે. 

ઈંગ્લેન્ડની પાસે જોફ્રા આર્ચર જેવો ફાસ્ટ બોલર છે, જેણે અત્યાર સુધી 19 વિકેટ ઝડપી છે. જે ઈંગ્લેન્ડ માટે આ ટૂર્નામેન્ટમાં સર્વાધિક છે. આ સિવાય માર્ક વુડ (9 મેચમાં 17 વિકેટ), ક્રિસ વોક્સ (10 મેચમાં 13 વિકેટ) અને આદિલ રાશિદ (10 મેચમાં 11 વિકેટ)ને ઓછા આંકવા ભૂલ હશે. લિયામ પ્લંકેટે અત્યાર સુધી 8 વિકેટ ઝડપી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news