ઈંગ્લેન્ડની ટીમે રચ્યો વનડે ક્રિકેટમાં સૌથી મોટો ઈતિહાસ, જાણો શું છે

બાંગ્લાદેશ વિરુદ્ધ વિશ્વકપની મેચમાં ઈંગ્લેન્ડે 300 રન પૂરા કરવાની સાથે વનડે ક્રિકેટમાં સતત સાતમી વખત 300થી વધુનો સ્કોર કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. 
 

ઈંગ્લેન્ડની ટીમે રચ્યો વનડે ક્રિકેટમાં સૌથી મોટો ઈતિહાસ, જાણો શું છે

નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019ના 12મા મુકાબલામાં ઈંગ્લેન્ડે બાંગ્લાદેશ વિરુદ્ધ 50 ઓવરમાં 386 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશ 280 રન બનાવી આઉટ થઈ ગયું હતું. આ મેચમાં ઈંગ્લેન્ડનો 106 રને વિજય થયો હતો. વિશ્વકપ ઈતિહાસમાં આ ઈંગ્લેન્ડની ટીમનો સૌથી મોટો સ્કોર છે. 

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે જેસન રોયની દમદાર સદી અને જોસ બટલરની સાથે જોની બેયરસ્ટોની અડધી સદીની મદદથી 50 ઓવરોમાં 6 વિકેટ ગુમાવીને 386 રન ફટકાર્યા હતા. આ રીતે ઈંગ્લેન્ડની ટીમે ફરી એકવાર  350થી વધુ રનનો સ્કોર બનાવ્યો હતો. આ સાથે ઈંગ્લેન્ડની ટીમે વનડે ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 

હકીકતમાં, આ મેચમાં 300+ રન બનાવવાની સાથે ઈંગ્લેન્ડે વનડે ક્રિકેટની સૌથી મોટી ટીમ બની ગઈ છે જેણે સતત સાત વખત 50-50 ઓવરની મેચમાં 300થી વધુ રન બનાવ્યા છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2007માં 6 વખત 300થી વધુ રન બનાવ્યા હતા. ત્યાં સુધી કે વિશ્વકપ 2019ની ત્રણેય મેચમાં ઈંગ્લેન્ડની ટીમે 300થી વધુ રન બનાવ્યા છે. 

વનડે ક્રિકેટમાં સૌથી વધુ સતત 300+ નો ટોટલ

ઈંગ્લેન્ડ (2019) 7 વખત

ઓસ્ટ્રેલિયા (2007) 6 વખત

ભારત (2017) 5 વખત

શ્રીલંકા (2006) 5 વખત

તમને જણાવી દઈએ કે, આ પહેલા ઈંગ્લેન્ડે પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મેચોની વનડે સિરીઝ રમી હતી, તેની એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી. જ્યારે બાકીની ચારેય વનડેમાં ઈંગ્લેન્ડની ટીમે 300થી વધુનો સ્કોર બનાવ્યો હતો. આ દરેક મેચમાં ઈંગ્લેન્ડે જીત મેળવી હતી. 

આ છે ઈંગ્લેન્ડની ટીમના છેલ્લા સાત 300 પ્લસ સ્કોર

373/3 વિરુદ્ધ પાકિસ્તાન

359/4 વિરુદ્ધ પાકિસ્તાન

341/7 વિરુદ્ધ પાકિસ્તાન

351/9 વિરુદ્ધ પાકિસ્તાન

311/8 વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા

334/9 વિરુદ્ધ પાકિસ્તાન

386/6 વિરુદ્ધ બાંગ્લાદેશ

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news