ICC World Cup 2019: જાણો કઈ ટીમમાં કેવા-કેવા દિગ્ગજ ખેલાડી ટકરાશે

આગામી આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થવાનો છે. આ વિશ્વ કપમાં કુલ 10 ટીમ ભાગ લઈ રહી છે. તમામ દેશોએ પોત-પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. 

ICC World Cup 2019: જાણો કઈ ટીમમાં કેવા-કેવા દિગ્ગજ ખેલાડી ટકરાશે

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મે, 2019થી શરૂ થઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારત સહિત તમામ 10 દેશોએ  પોત-પોતાની ટીમની જાહેરાત કરી દેવાઈ છે. જેમાંથી કેટલાક દિગ્ગજ તો વળી કેટલાક યુવાન ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આઈસીસી દ્વારા 23 એપ્રિલ ટીમ જાહેર કરવાની છેલ્લી તારીખ હતી. સૌથી પહેલા ન્યૂઝીલેન્ડ અને સૌથી છેલ્લે વેસ્ટ ઈન્ડિઝે પોતાની ટીમની જાહેરાત કરી છે. 

ભારતીય ટીમની સમીક્ષા
ભારત ટીમમાં અત્યારે સફળતાના શિખરે બીરાજમાન વિરાટ કોહલીને કેપ્ટન બનાવાયો છે.  તે સફળ બેટ્સમેન પણ છે. દિનેશ કાર્તિકને રિઝર્વ વિકેટકીપર તરીકે પસંદ કરાયો છે. વિજય  શંકર ઓલરાઉન્ડર ખેલાડી છે. ભવનેશ્વર કુમાર ડાબોડી ફાસ્ટ બોલર છે. રવિન્દ્ર જાડેજાનો  ત્રીજા સ્પીનર તરીકે વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું છે. લોકેશ રાહુલને ટીમમાં ત્રીજા ક્રમના  બેટ્સમેન તરીકે સ્થાન મળ્યું છે. કેદાર જાધવ ઝડપથી રન બનાવવા, મોટા શોટ્સ મવા  ઉપરાંત વિકેટ લેવાની ક્ષમતાને કારણે ટીમ-11માં પોતાનું સ્થાન પાકુ કરાવાનો મજબૂત  દાવેદાર છે. 

યુજવેન્દ્ર ચહલ મર્યાદિત ઓવરોની ટીમનો કાયમી સભ્ય છે. મહેન્દ્ર સિંહ ધોનીનો કદાચ આ  અંતિમ વર્લ્ડ કપ હશે. જસપ્રીત બુમરાહ ફાસ્ટ બોલિંગનો મોરચો સંભાળશે. હાર્દિક પંડ્યા પણ  ઓલરાઉન્ડર ખેલાડી છે. રોહિત શર્માને 'હિટમેન'ના નામથી ઓળખવામાં આવે છે. શિખર  ધવન પાસે બોલની લેન્થને ઝડપથી જાણી લેવાની ક્ષમતા છે. કુલદીપ યાદવ પણ સ્પીનર  તરીકે મહત્વનો બોલર છે. મોહમ્મદ શમી અત્યારે શાનદાર ફોર્મમાં છે અને ડાબોડી બેટ્સમેન  તથા મીડિયમ પેસર બોલર છે. 

ટીમ ઈન્ડિયાઃ 
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય  શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હાર્દિક  પંડ્યા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા.

ઓસ્ટ્રેલિયાની ટીમ
એરોન ફિન્ચ (કેપ્ટન), જેનસ શ્રેન્ડોર્ફ, એલેક્સ કેરી(વિકેટકીપર), નાથન કોલ્ટર, પેટ કમિન્સ,  ઉસમાન ખ્વાજા, નાથન લાયન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, જેય રિચર્ડસન, સ્ટીવ સ્મિથ,  મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોનિસ, ડેવિડ વોર્નર, આદમ ઝમ્પા.

બાંગ્લાદેશની ટીમ
મુશરફે મોર્તજા (કેપ્ટન), તમીમ ઇકબાલ, મબમૂદુલ્લાહ, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન  (વાઇસ કેપ્ટન), સૌમ્યા સરકાર, લિટન દાસ, શબ્બીર રહમાન, મેહદી હસન, મોહમ્મદ મિથુન,  રૂબેલ હુસૈન, મુસ્તફિઝુર રહમાન, મોહમ્મદ સૈફુદ્દીન, મોસાદેક હુસૈન, અબુ ઝાયદ.

ઈંગ્લેન્ડની ટીમ
ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોની બેયરસ્ટો, જોસ બટલર, ટોમ કરન, જોએ ડેનલી,  એલેક્સ હેલ્ક, લિયામ પ્લંકેટ, આદિલ રાશિદ, જો રૂટ, જેસન રોય, બેન સ્ટોક્સ, ડેવિડ વિલી,  ક્રિસ વોક્સ, માર્ક વુડ. 

શ્રીલંકાની ટીમ
દિમુથ કરુણારત્ને (કેપ્ટન), લશિત મલિંગા, એંજેલો મૈથ્યૂઝ, તિસારા પરેરા, કુસલ પરેરા,  ધનંજય ડિસિલ્વા, કુસલ મેંડિસ, ઇસુરૂ ઉદાના, મિલિંદા સિરિવર્ધને, અવિષ્કા ફર્નાંડો, જીવન  મેંડિસ, લાહિરુ થિરિમત્રે, જૈકી વેંડરસે, નુવાન પ્રદીપ અને સુરંગા લકમલ

દક્ષિણ આફ્રિકાની ટીમ 
ફાફ ડૂપ્લેસિસ(કેપ્ટન), હાશિમ અમલા, જે.પી. ડુમિની, ડેવિડ મિલર, ક્વિન્ટન ડી  કોક(વિકેટકીપર), ડેલ સ્ટેન, એન્ડિલે ફેહલુકવાયો, ઈમરાન તાહિર, કેગિસો રબાડા, ડ્વેન  પ્રીટોરિયસ, એનરિક નોર્ત્ઝે, લુંગી એનગિડી, એડેન મારક્રમ, રાસ વાન ડર ડુસેન, તબરેશ  શમ્સી.

પાકિસ્તાનની ટીમ
સરફરાઝ અહેમદ(કેપ્ટન), ફખર ઝમાન, ઈમામ-ઉલ-હક, આબિદ અલી, બાબર આઝમ,  શોએબ મલિક, મોહમ્મદ હફીઝ, શાદાબ ખાન, ઈમાદ વસીમ, હસન અલી, ફહીમ અશરફ,  શાહીન અફરીદી, જૂનૈદ ખાન, મોહમ્મદ હસનૈન, હેરિસ સોહેલ. 

અફગાનિસ્તાન ટીમઃ ગુલબદિન નૈબ (કેપ્ટન), નૂલ અલી જરદાન, હજરતુલ્લાહ જજાઈ,  રહમત શાહ, અસગર અફગાન, હશમતુલ્લાહ શાહિદી, નજિબુલ્લાહ જદરાન, સૈમુલ્લાહ  શિનવારી, મોહમ્મદ નબી, રાશિદ ખાન, દૌલત જાદરાન, આફતાબ આલમ, હામિદ હસન  અને મુઝીબ ઉર રહમાન. 

ન્યૂઝીલેન્ડની ટીમઃ
કેન વિલિયમસન (કેપ્ટન), માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલ્સ, રોસ ટેલર, ટોમ લાથમ, કોલિન  મુનરો, ટોમ બ્લંડેલ, જિમી નીશમ, કાલિન ડી ગ્રેંડહોમ, મિશેલ સેંટનેર, ઇશ સોઢી, ટિમ  સાઉદી, મેટ હેનરી, મેટ હેનરી, લોકી ફર્ગ્યૂસન, ટ્રેંટ બાઉલ્ટ.

વેસ્ટઈન્ડિઝની ટીમ
જેસન હોલ્ડર (કેપ્ટન), આંદ્રે રસેલ, એશલે નર્સ, કાર્લોસ બ્રેથવેટ, ક્રિસ ગેલ,  ડેરેન બ્રાવો, ઈવિન લુઈસ, ફેબિયન એલન, કેમાર રોચ, નિકોલન પૂરન, ઓસાને થોમસ,  શાઈ હોપ, શેનાને ગાબરિલ, સેલ્ડન કોટરેલ, શિમરોન હેટમાયર. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news