Womens World T20: આજે રાત્રે પાકિસ્તાન સાથે મેદાનમાં ઉતરશે ભારતીય ટીમ

ભારતે પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડને 34 રનથી હરાવ્યું હતું. હવે જો તે પાકિસ્તાનને હરાવે છે, તો તેની સેમિફાઈનલમાં એન્ટ્રી લગભગ પાક્કી થઈ જશે. બીજી તરફ, પાકિસ્તાનને અંતિમ-4માં પોતાનો દાવો મજબૂત રાખવા માટે ભારતને હરાવવું જરૂરી બની રહેશે.

Womens World T20: આજે રાત્રે પાકિસ્તાન સાથે મેદાનમાં ઉતરશે ભારતીય ટીમ

પ્રોવિડેંસ (ગયાના) : આઈસીસી મહિલા વર્લ્ડ કપ ટી-20માં આજે ભારતીય ટીમનો બીજો મુકાબલો આજે રાત્રે 8.30 વાગ્યે પાકિસ્તાન સાથે હશે. ભારતે પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડને 34 રનથી હરાવ્યું હતું. હવે જો તે પાકિસ્તાનને હરાવે છે, તો તેની સેમિફાઈનલમાં એન્ટ્રી લગભગ પાક્કી થઈ જશે. બીજી તરફ, પાકિસ્તાનને અંતિમ-4માં પોતાનો દાવો મજબૂત રાખવા માટે ભારતને હરાવવું જરૂરી બની રહેશે. તો ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ પોતાની પહેલી મેચ 52 રનથી હારી ચૂક્યું છે. સોમવારે જ ગ્રૂપ બીની બીજી મેચ ઓસ્ટ્રેલિયા અને આર્યલેન્ડની વચ્ચે રમાશે.

પાકિસ્તાન પર ખિતાબી રેસમાંથી બહાર થવાનો ખતરો
આઈસીસી ટી-20 વર્લ્ડ કપની 10 ટીમોમાં બે ગ્રૂપને વહેંચવામાં આવ્યા છે. ગ્રૂપ બીમાં ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને આર્યલેન્ડની ટીમો છે. દરેક ગ્રૂપની ટોપ-2 ટીમ સેમિફાઈનલમાં પ્રવેશ કરશે. આવામાં જો ભારતીય ટીમ પાકિસ્તાનને હરાવે છે, તો તેના ચાર અંક થઈ જશે, અને તે સેમિફાઈનલમાં બહુ જ નજીક પહોંચી જશે. જો પાકિસ્તાન આ મેચ જીતે છે, તો તે બે અંકની સાથે ભારતની બરાબરી પર આવી જશે. પરંતુ જો પાકિસ્તાન હારશે તો તેના માટે કરો યા મરો જેવી સ્થિતિ બની જશે. ભારતથી હારવા પર તેને ન માત્ર પોતાની બાકીની બે મેચ જીતવાની રહેશે, પરંતુ રનરેટ પણ સુધારવાનો રહેશે. હાલ ભારતનો રન રેટ +1.70 છે. જ્યારે પાકિસ્તાનનો રનરેટ માઈનસમાં -2.60 છે.  

ભારતીય બોલર્સ ફુલ ફોર્મમાં
ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરે પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ 103 રન બનાવ્યા હતા. જેમિમાહ રોડ્રિગ્સે પણ અડધી સદી બનાવી હતી. પ્રોવિડેંસ સ્ટેડિયમની ધીમી પીચ પર ભારતીય સ્પિનિર્સ દિપ્તી શર્મા, ડાયલન હેમલતા, પૂનમ યાદવ અને રાધા યાદવે 9માંથી 8 વિકેટ લીધા હતા. ભારતે પહેલા મેચમાં ચાર સ્પિનિર્સને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યા હતા. પરંતુ તે પાકિસ્તાનની વિરુદ્ધ માનસી જોશી કે પૂજા વસ્ત્રકારના રૂપમાં બીજા તેજ બોલર્સને પણ તક આપી શકે છે. પાકિસ્તાનની પાસે કેપ્ટન જાવેરિયા ખાન, અનુભવી સ્પિનર સના મીર અને ઓલરાઉન્ડર બિસમાહ મારુફના રૂપમાં સ્તરીય પ્લેયર છે. પાકિસ્તાનની જીત આ પ્લેયર્સ પર નક્કી રહેશે. 

ગત વર્લ્ડ ટી-20માં જીત્યું હતું પાકિસ્તાન
ભારત અને પાકિસ્તાનની વચ્ચે અત્યાર સુધી 10 ટી-20 મેચ રમાઈ છે. તેમાંથી 8 મેચ ભારતે જીતી છે. ભારતે પાકિસ્તાનની વિરુદ્ધ ગત પાંચ મુકાલબામાંથી ચારમાં જીત મેળવી છે. પરંતુ તેને 2016માં ટી-20 વર્લ્ડ કપના પોતાના છેલ્લા મુકાબલમાં પાકિસ્તાનથી હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીમાં મળેલી આ હાર બાદ ભારત એશિયા કપના બે ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની સામે ત્રણવાર મેચ રમાઈ, અને દરેક વખતે જીત મેળવી છે. ભારતે 6 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 22 મેચ રમી છે. તેમાંથી 10માં તેણે જીત મેળવી છે. જ્યારે 12માં તેને હારનો સામનો કરવો પડ્યો છે. 

ભારતની ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, સ્મૃતિ મંધાના, તાનિયા ભાટિયા, એક્ટા બિષ્ટ, ડાયલન હેમલતા, માનસી જોશી, વેદા કૃષ્ણમૂર્તિ, અનુજા પાટીલ, પૂનમ યાદવ, મિતાલી રાજ, અરુંઘતી રેડ્ડી, દિપ્તી શર્મા, પૂજા વસ્ત્રકાર અને રાધા યાદવ

પાકિસ્તાનની ટીમ
જાવેરિયા ખાન (કેપ્ટન), એમાન અનવર, આલિયા રિયાઝ, અનમ અમીન, આયેશા જફર, બિસ્માહ મારુફ, ડાયના બેગ, મુનીબા અલી, નાહીદા ખાન, નાસ્ત્રા સંધુ, નતાલિયા પરવેઝ, નિદા દાર, સના મીર, સિદ્રા નવાઝ અને ઉમેમા સોહેલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news