HBD Yuzvendra Chahal: યુજવેન્દ્રના બર્થ-ડે પર પત્નીએ કરી ખાસ પોસ્ટ, ધનશ્રીએ કહ્યું- લાઈફ એક યાત્રા છે, પરંતુ...

Dhanashree Comment On Yuzvendra Chahal Birthday: યુજવેન્દ્ર ચહલનો આજે (23 જુલાઈ) જન્મ દિવસ છે. આ સમયે તેની પત્ની ધનશ્રી વર્માએ એક ખાસ પોસ્ટ કરી છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

HBD Yuzvendra Chahal: યુજવેન્દ્રના બર્થ-ડે પર પત્નીએ કરી ખાસ પોસ્ટ, ધનશ્રીએ કહ્યું- લાઈફ એક યાત્રા છે, પરંતુ...

Dhanashree Comment On Yuzvendra Chahal Birthday: યુજવેન્દ્ર ચહલે પોતાના દમ પર ટીમ ઇન્ડિયાને ઘણી મેચો જીતાડી છે. તેની પાસે તે યોગ્યતા છે કે તે કોઈપણ પિચ પર વિકેટ ઝડપી શકે છે. આજે (23 જુલાઈ) યુજવેન્દ્ર ચહલ પોતાનો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. તેને ઘણા દિગ્ગજ જન્મ દિવસની શૂભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ વચ્ચે ધનશ્રીએ પતિ યુજવેન્દ્ર ચહલ માટે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવાની સાથે એક ખાસ વાત લખી છે. જેને સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

ધનશ્રીએ કરી આ પોસ્ટ
યુજવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, લાઈફ એક યાત્રા છે, પરંતુ અનેક રીતે ખૂબ જ સુંદર છે. તમે એક સારા માણસ છો અને ભગવાન હંમેશા તમારા પ્રતિ હંમેશા દયાળું રહે. હું તમારી સૌથી મોટી ફેન છું. ધનશ્રીના આ કોમેન્ટને ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

2020 માં થયા હતા લગ્ન
યુજવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના દ્વારા શેર કરવામાં આવતી તસવીરો ફેન્સ ઘણી પસંદ કરે છે. તે કોરિયોગ્રાફર અને ડાન્સર છે. ધનશ્રી અને ચહલની મુલાકાત લોકડાઉન દરમિયાન થઈ હતી, ત્યારબાદથી તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા હતા. વર્ષ 2020 માં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news