ગુજરાતમાં હવે દીકરીઓ સલામત નથી! પાટણમાં શાળાએ જતી વિદ્યાર્થિની પર જીવલેણ હુમલો

ધો 10 માં અભ્યાસ કરવા જઇ રહેલી સગીરાને રસ્તામાં તેમના જ ગામનો ઠાકોર જીવણ ઉર્ફે જેટિયો લાડજી નામના ઈસમે રસ્તામાં રોકીને બીભત્સ માંગણી કરી હતી, પરંતુ સગીરાએ તેની ના પાડતા આરોપીએ તેણે નીચે પાડી દઈ પીઠ પાછળ તીક્ષ્ણ છરીના ઘા માર્યા હતા.

ગુજરાતમાં હવે દીકરીઓ સલામત નથી! પાટણમાં શાળાએ જતી વિદ્યાર્થિની પર જીવલેણ હુમલો

ઝી ન્યૂઝ/પાટણ: રાજ્યમાં સગીરાઓ પર દુષ્કર્મ અને જીવલેણ હુમલાના બનાવો વધતા જઈ રહ્યા છે. ત્યારે શુક્રવારે પાટણમાં શાળાએ જતી દીકરી પર જીવલેણ હુમલો થયો છે.  સરસ્વતી તાલુકાનાં વહાણા ગામની તેજલ પરમાર નામની ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરા પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરાતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. આ ઘટનાને પગલે લોકોએ ભેગા થઈને વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે વાગદોડ પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, પાટણના સરસ્વતી તાલુકાના વાણા ગામની વિદ્યાર્થિની કોઇટા ગામે શાળાએ જઈ રહી હતી. ત્યારે વિદ્યાર્થીની સાથે ગામના જ શખ્સે બીભત્સ માંગણી કરતા વિદ્યાર્થીનીએ વિરોધ કરતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને છરીથી જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીએ ધારદાર હથિયાર વડે વિદ્યાર્થીનીની પીઠ ઉપર ગંભીર ઘા કર્યો હતો. આ ઘટના બાદ આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. જેથી લોકોએ લોહી લુહાણ હાલતમાં ઘાયલ વિદ્યાર્થીનીને ધારપુર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી હતી. ઘટનાની ગંભીરતાને લઈ દલિત સમાજનાં આગેવાનો ધારપુર હોસ્પિટલ પહોંચ્યા હતા.

No description available.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે  કે, ધો 10 માં અભ્યાસ કરવા જઇ રહેલી સગીરાને રસ્તામાં તેમના જ ગામનો ઠાકોર જીવણ ઉર્ફે જેટિયો લાડજી નામના ઈસમે રસ્તામાં રોકીને બીભત્સ માંગણી કરી હતી, પરંતુ સગીરાએ તેની ના પાડતા આરોપીએ તેણે નીચે પાડી દઈ પીઠ પાછળ તીક્ષ્ણ છરીના ઘા માર્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થિનીના પરિવારજન આવી જતાં આરોપી ફરાર થઈ ગયો હતો.

No description available.

આ ઘટનાને પગલે વિદ્યાર્થિનીના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news