World Cup: વેસ્ટ ઈન્ડિઝની સાથે મુકાબલા પહેલા જીમમાં મહેનત કરી રહ્યો છે કોહલી

27 જૂને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ મુકાબલા પહેલા વિરાટ કોહલીએ કસરત કરતો વીડિયો પોસ્ટ કર્યો છે. કોહલી બેટિંગની જેમ પોતાની ફિટનેસ પર પણ ખુબ ધ્યાન આપે છે. 
 

World Cup: વેસ્ટ ઈન્ડિઝની સાથે મુકાબલા પહેલા જીમમાં મહેનત કરી રહ્યો છે કોહલી

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન પોતાની ફિટનેસનું ખુબ ધ્યાન રાખે છે. વિશ્વ કપ દરમિયાન પણ તે પોતાને ફિટ રાખવા માટે મહેનત કરતો રહે છે. 27 જૂને વેસ્ટ ઈન્ડિઝની સાથે મુકાબલા પહેલા પણ તે કસરત કરતો જોવા મળ્યો છે. 

કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે પરસેવો પાડતો જોવા મળી રહ્યો છે. સાથે તેણે લખ્યું છે, 'કોઈ રજા નહીં, વિના મહેનતથી કંઇ કરી શકાતું નથી.' ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી કોહલી પોતાની બેટિંગ બરાબર ફિટનેસ પર પણ ધ્યાન આપી રહ્યો છે. 30 વર્ષીય કોહલી ફિટનેસના મામલામાં નવા ખેલાડીઓ માટે પણ આદર્શ છે. 

મહત્વનું છે કે, વિશ્વકપમાં ભારત અત્યાર સુધી પાંચ મેચ રમી ચુક્યુ છે, જેમાંથી ચારમાં જીત હાસિલ કરી છે જ્યારે એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. પોઈન્ટ ટેબલમાં 9 પોઈન્ટ સાથે ટીમ ઈન્ડિયા ત્રીજા સ્થાન પર છે. ભારત સેમીફાઇનલમાં પહોંચશે તે નક્કી છે કારણ કે હવે ટીમે ચારમાંથી બે મેચ જીતવાની છે. 

— Virat Kohli (@imVkohli) June 24, 2019

માનવામાં આવી રહ્યું છે કે ભારત સરળતાથી જીત મેળવીને સેમીફાઇનલમાં પહોંચી જશે. પોઈન્ટ ટેબલમાં ટોપ પર ન્યૂઝીલેન્ડ અને બીજા નંબર પર ન્યૂઝીલેન્ડ છે. ન્યૂઝીલેન્ડ 6 મેચ રમ્યું છે, જેમાંથી પાંચમાં જીત મેળવી છે અને એક મેચ વરસાદને કારણો ધોવાઈ ગઈ હતી. તો ઓસ્ટ્રેલિયાએ 6માથી એકમાં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news