રાત્રે 10 વાગ્યા પછી ટિકીટ ચેક ન કરી શકે TTE, જાણો રેલવેના જરૂરી નિયમો

ટ્રેનમાં મુસાફરી દરમિયાન દરેક જણ ઇચ્છે છે કે તેની મુસાફરી આરામદાયક રહે. મોટાભાગે ટ્રેનમાં થનાર હોબાળો, ટિકિટ ચેકિંગ, સીટને લઇને મુસાફરોની અવરજવરથી લોકો પરેશાની અનુભવે છે. પરંતુ જો રેલવેના નિયમોને વાંચવામાં આવે તો કોઇપણ તમારી મુસાફરીમાં ખલેલ પહોંચાડી ન શકે, રેલવેનો ટિકિટ એક્ઝામિનર પણ તમારી મરજી વિરૂદ્ધ તમને ડિસ્ટર્બ કરી ન શકે. મુસાફરી કરતી વખતે પોતાના અધિકાર અને રેલવેના નિયમોની જાણકારી કદાચ જ કેટલાક લોકોને હોય છે. પરંતુ આ નિયમ ઘણા કામના હોય છે. તેની જાણકારી ન હોવાથી મુસાફરો છેતરાઇ જાય છે. 
રાત્રે 10 વાગ્યા પછી ટિકીટ ચેક ન કરી શકે TTE, જાણો રેલવેના જરૂરી નિયમો

નવી દિલ્હી: ટ્રેનમાં મુસાફરી દરમિયાન દરેક જણ ઇચ્છે છે કે તેની મુસાફરી આરામદાયક રહે. મોટાભાગે ટ્રેનમાં થનાર હોબાળો, ટિકિટ ચેકિંગ, સીટને લઇને મુસાફરોની અવરજવરથી લોકો પરેશાની અનુભવે છે. પરંતુ જો રેલવેના નિયમોને વાંચવામાં આવે તો કોઇપણ તમારી મુસાફરીમાં ખલેલ પહોંચાડી ન શકે, રેલવેનો ટિકિટ એક્ઝામિનર પણ તમારી મરજી વિરૂદ્ધ તમને ડિસ્ટર્બ કરી ન શકે. મુસાફરી કરતી વખતે પોતાના અધિકાર અને રેલવેના નિયમોની જાણકારી કદાચ જ કેટલાક લોકોને હોય છે. પરંતુ આ નિયમ ઘણા કામના હોય છે. તેની જાણકારી ન હોવાથી મુસાફરો છેતરાઇ જાય છે. 

રાત્રે 10 વાગ્યાથી TTE ન કરી શકે ટિકીટ ચેક
તમારી યાત્રા દરમિયાન ટ્રાવેલ ટિકીટ એક્ઝામિનર (TTE) તમારી પાએ ટિકીટ લેવા આવે છે. ઘણીવાર મોડી રાત્રે આવીને તમને જગાડે છે અને તમારું આઇડી બતાવવા માટે કહે છે. પરંતુ તમને જણાવી દઇએ કે 10 વાગ્યા પછી TTE  પણ તમને ડિસ્ટર્બ ન કરી શકે. ટીટીઇને સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા વચ્ચે જ ટિકોટોનું વેરિફિકેશન કરવું જરૂરી છે. રાત્રે સૂતા બાદ કોઇપણ પેસેંજરને ડિસ્ટર્બ ન કરી શકાય. આ ગાઇડલાઇન રેલવે બોર્ડની છે. જોકે રાતે 10 વાગ્યા પછી યાત્રા શરૂ કરનાર યાત્રીઓ પર નિયમ લાગૂ થતો નથી.

મિડલ બર્થ માટે ઉંઘવાનો નિયમ
મોટાભાગે આપણે જોઇએ છે કે મિડલ બર્થ પર ઉંઘનાર મુસાફર, આ ટ્રેન શરૂ થતાં અજ ખોલી લે છે. તેનાથી લોઅર બર્થવાળા મુસાફરોને સમસ્યા થાય છે. રેલવેના નિયમ અનુસાર મિડલ બર્થવાળા મુસાફરો મિડલ બર્થ મુસાફરો બર્થ પર રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સુઇ શકે છે. રાત્રે 10 વાગ્યા પહેલાં કોઇ મુસાફર મિડલ બર્થ ખોલતાં રોકવા માંગે તો રોકી શકાય છે. તો બીજીતરફ 6 વાગ્યા બાદ બર્થને નીચે કરવી પડશે. જેથી અન્ય મુસાફરી લોઅર બર્થ પર બેસી શકે. 

બે સ્ટોપનો નિયમ
જો તમારી ટ્રેન છૂટી જાય છે તો ટીટીઇ આગામી બે સ્ટોપ અથવા એક કલાક સુધી (બંનેમાંથી જે પહેલાં હોય) તમારી સીટ બીજા કોઇ મુસાફરને એલોટ ન કરી શકે. તેનો મતલબ એ નથી કે આગામી બે સ્ટોપમાંથી કોઇપણ સ્થળેથી ટ્રેન પકડી શકો છો. ત્રણ સ્ટોપ પસાર થય બાદ ટીટીઇ પાસે અધિકાર હોય છે તે આરએસી લિસ્ટમાં આગામી વ્યક્તિને સીટ એલોટ કરી દે. 

મુસાફરીને વધારવી
ઘણીવાર પીક સીઝન દરમિયાન તમે જે સ્ટેશન સુધી જવા માંગો છો, ત્યાં સુધીની ટિકીટ મળતી નથી. તે સ્થિતિમાં મુસાફર કેટલાક સ્ટેશન પહેલાં માટે ટિકીટ લઇ શકે છે. આ સ્થિતિમાં નિર્ધારિત સ્ટેશન પર પહોંચતાં પહેલાં ટીટીઇને પહેલાં ઇન્ફોર્મ કરીને પોતાની મુસાફરીને વધારી શકે છે. ટીટીઇ તમારી પાસેથી વધારાનું ભાડુ વસૂલશે અને આગળની મુસાફરી માટે ટિકીટ બનાવી દેશે. તમને અલગ બર્થ આપવામાં આવી શકે છે. જો ખાલી બર્થ મળતી નથી તો તમારે બાકીની મુસાફરી ચેર કારમાં કરવી પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news