તો Virat Kohli છોડી દેશે ટીમ ઈન્ડિયાની કમાન, મોંટી પાનેસરે કર્યો દાવો

Virat Kohli will Step down From captaincy: ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમની હાર બાદ મોંટી પાનેસરે વિરાટ કોગલીની કેપ્ટનશિપને લઈને મોટુ નિવેદન આપ્યું છે. તેનું માનવું છે કે જો ટીમ હવે હારશે તો વિરાટ કેપ્ટનશિપ છોડી દેશે. 
 

તો Virat Kohli છોડી દેશે ટીમ ઈન્ડિયાની કમાન, મોંટી પાનેસરે કર્યો દાવો

ચેન્નઈઃ ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) સિરીઝ પહેલા મોટા-મોટા નિવેદન આપનાર ઇંગ્લિશ સ્પિનર મોંટી પાનેસર (Monty panesar) એ દાવો કર્યો કે, જો ટીમ ઈન્ડિયા સિરીઝની બીજી મેચ હારે છે તો કેપ્ટન વિરાટ કોહલી (virat kohli) પોતાનું પદ છોડી દેશે. આ સાથે તેમણે વિરાટ કોહલીની આગેવાનીમાં થયેલા સતત ટીમના ચોથા પરાજયનું ઉદાહરણ આપ્યું. મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ભારતને પ્રથમ ટેસ્ટ મેચમાં હાર મળી હતી, ત્યારબાદ રહાણેની આગેવાનીમાં ટીમે ઈતિહાસ રચ્યો હતો. 

એક ઈન્ટરવ્યૂમાં પાનેસરે કહ્યુ, 'વિરાટ કોહલી (virat kohli) એક મહાન બેટ્સમેન છે અને તેની આગેવાનીમાં ટીમે ખુબ સારૂ કર્યુ નથી. છેલ્લી 4 મેચોમાં તેની આગેવાનીમાં ટીમ સતત હારી છે. મારા ખ્યાલથી ત્યારબાદ વિરાટ કોહલી દબાવમાં હશે, કારણ કે અંજ્કિય રહાણેએ કેપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન કર્યુ છે.' મહત્વનું છે કે ભારતને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચેન્નઈ ટેસ્ટમાં મોટો પરાજય મળ્યો છે. 

ઈંગ્લેન્ડની જીત વિશે વાત કરતા કહ્યું, 'આ ખુબ મોટી જીત છે. જે અંદાજમાં ઈંગ્લેન્ડે પ્રદર્શન કર્યું તે પ્રશંસાપાત્ર છે. જો રૂટ (Joe root) ની પ્રશંસા કરવી પડશે. તેણે શાનદાર કામ કર્યુ છે. ટીમના બધા લોકોએ જોરદાર પ્રદર્શન કર્યું છે.'

ઉલ્લેખનીય છે કે સિરીઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમને જીતની દાવેદાર ગણવામાં આવી રહી હતી, પરંતુ જો રૂટે 100મી મેચમાં દમદાર પ્રદર્શન કરી પોતાની ટીમને જીત અપાવી હતી. આ જીતની સાથે ઈંગ્લેન્ડે 4 મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news