Virat Kohli જોડે ફોટો પડાવનાર અનુષ્કાથી પણ સુંદર યુવતી કોણ છે? રાતોરાત થઈ ગઈ ફેમસ, વાઈરલ થઈ તસવીરો

T20 World Cup 2022: ભારતે ઓસ્ટ્રેલિયા એક વોર્મઅપ મેચ રમી છે. તો એક વોર્મએપ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ત્યારે ટીમ ઈન્ડિયાના વર્લ્ડ કપમાં પોતાના અભિયાનનો પ્રારંભ મેલબોર્નમાં 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમીને કરશે.

Virat Kohli જોડે ફોટો પડાવનાર અનુષ્કાથી પણ સુંદર યુવતી કોણ છે? રાતોરાત થઈ ગઈ ફેમસ, વાઈરલ થઈ તસવીરો

નવી દિલ્લીઃ ટીમ ઈન્ડિયા હાલ ટી20 વર્લ્ડ કપ રમવા માટે ઓસ્ટ્રિલિયા પહોંચી છે. એમાંય લાંબા સમય બાદ વિરાટ કોહલી કેપ્ટનશીના ભાર વિના ફ્રી હેન્ડ થઈને વર્લ્ડ કપની ટુર્નામેન્ટ રમતા જોવા મળશે. ત્યારે મેચ પહેલાં વિરાટ કોહલી સાથેની એક યુવતીની તસવીરે હાલ સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. આ તસવીર વાયુવેગે વાયરલ થઈ રહી છે. આ વખતે કોઈ જ પ્રકારના બાયોબબલ છે નહિ, એટલે ખેલાડીઓ પણ બહાર ફરી રહ્યા છે. આ વચ્ચે ક્રિકેટના કિંગ વિરાટ કોહલીના પણ ઘણા ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે, જેમાં હાલ એક મિસ્ટ્રી ગર્લનો કોહલી સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. આ ફોટો એટલો વાઇરલ થઈ ગયો છે કે તે છોકરી રાતોરાત સ્ટાર બની ગઈ છે. અને તેના ફોલોઅર્સ સતત વધી રહ્યા છે.

કોહલી જોડે ફોટો પડાવનાર યુવતી કોણ છે?
ટીમ ઈન્ડિયા જ્યારે બ્રિસ્બેનમાં હતી ત્યારે વિરાટ કોહલીની સાથે એક છોકરીએ ફોટો પડાવીને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. આ મિસ્ટ્રી ગર્લનું નામ અમિષા બસેરા છે. તેણે જ કિંગ કોહલી સાથે પોતાનો ફોટો પડાવી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો અને તે રાતોરાત વાઇરલ થઈ ગઈ હતી.

ફોટો સાથે કોમેન્ટમાં યુવતીએ શું લખ્યું હતુ?
ભારતીય મૂળની અમિષા યુનિવર્સિટી ઑફ ક્વિન્સલેન્ડમાં ભણી છે. તેણે કોહલી સાથે ફોટોના કેપ્શનમાં લખ્યું હતું કે 'જસ્ટ બિયોન્ડ વર્ડ્સ'. જ્યારે તેણે કોહલી સાથેનો આ ફોટો પ્લેસ કર્યો તો તે ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ ગઈ અને તેના ફોલોઅર્સની સંખ્યામાં હવે સતત વધારો જોવા મળી રહ્યો છે.

T20 વર્લ્ડ કપ-2022માં ભારતની મેચ (ઈન્ડિયન ટાઈમ મુજબ):
23 ઓક્ટોબર VS પાકિસ્તાન, બપોરે 1:30 વાગે, મેલબોર્ન
27 ઓક્ટોબરે VS ગ્રુપ-એના રનરઅપ સાથે, બપોરે 12:30 વાગે, સિડની
30 ઓક્ટોબરે VS સાઉથ આફ્રિકા, સાંજે 4:30 વાગે, પર્થ
2 નવેમ્બરે VS બાંગ્લાદેશ, બપોરે 1:30 વાગે, એડિલેડ
6 નવેમ્બરે VS ગ્રુપ-બીના વિનર સાથે, બપોરે 1:30 વાગે મેલબોર્ન
T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ

 

 

ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દીપક હુડા, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, આર. અશ્વિન, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી.
રિઝર્વ પ્લેયર્સ: શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર, રવિ બિશ્નોઈ.

મેલબોર્નથી 'મિશન વર્લ્ડ કપ'નો પ્રારંભ કરી રહી છે ટીમ ઈન્ડિયા. ભારતીય ટીમ આમ તો પ્રેક્ટિસ માટે ઘણા સમયથી ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે, પરંતુ ખરાખરીનો જંગ તો 23 ઓક્ટોબરથી જ થશે. ભારતીય ટીમ પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે રમશે. બન્ને ટીમની આ પહેલી મેચ હશે. ભારતીય ટીમના ગ્રુપની વાત કરીએ તો ભારતના ગ્રુપમાં પાકિસ્તાન ઉપરાંત બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા અને બે ટીમ જે હાલ ક્વોલિફાયર્સ રમી રહી છે એમાંથી હશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news