મેચમાં ટાઈ બાદ પહેલા બેટિંગ કરવાના નિર્ણયનો કોહલીએ પોતાનો આમ કર્યો બચાવ
ભારત અને વેસ્ટ ઈન્ડીઝની વચ્ચે બુધવારે બીજી વનડે મેચ ટાઈ થઈ ગઈ છે. બંને ટીમોનો સ્કોર 321-321ની બરાબરી પર પૂરો થયો હતો. આ મેચમાં વનડે કરિયરનો 37મી શતક લગાવનાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને બાદમાં એમ કહેવું પડ્યું કે, વેસ્ટ ઈન્ડીઝની ટીમ સારુ ક્રિકેટ રમી. જેને પગલે તે મેચ ટાઈ કરવામાં સફળ રહી. કોહલીએ આ મેચમાં સૌથી તેજ પોતાના 10,000 રન પૂરા કર્યાં છે.
Trending Photos
વિશાખાપટ્ટનમ : ભારત અને વેસ્ટ ઈન્ડીઝની વચ્ચે બુધવારે બીજી વનડે મેચ ટાઈ થઈ ગઈ છે. બંને ટીમોનો સ્કોર 321-321ની બરાબરી પર પૂરો થયો હતો. આ મેચમાં વનડે કરિયરનો 37મી શતક લગાવનાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને બાદમાં એમ કહેવું પડ્યું કે, વેસ્ટ ઈન્ડીઝની ટીમ સારુ ક્રિકેટ રમી. જેને પગલે તે મેચ ટાઈ કરવામાં સફળ રહી. કોહલીએ આ મેચમાં સૌથી તેજ પોતાના 10,000 રન પૂરા કર્યાં છે.
મેચ બાદ વિરાટ કોહલીએ કહ્યું કે, સૌથી પહેલા હું એ કહેવા માંગીશ કે, તે બહુ જ સારી મેચ હતી. વેસ્ટ ઈન્ડીઝને તેનું શ્રેય આપવું જોઈએ. જેઓ સારી ક્રિકેટ રમ્યા. ખાસ કરીને બીજી પારી બાદ જ્યારે તેમના ત્રણ વિકેટ જલ્દી આઉટ થઈ ગયા અને પછી શિમરોન હેટમેયર તથા હોપે મેચ બનાવી દીધી. એક સમય એવો આવ્યો હતો, જ્યારે મેં વિચાર્યું કે વેસ્ટ ઈન્ડીઝ મજબૂત સ્થિતિમાં હતી. પરંતુ કુલદીપ, ચહલ, ઉમેશ અને શમીએ સારી ગેંદબાજી કરીને અમારી ઘરવાપસી કરી દીધી.
મને 10,000ની ઉપલબ્ધિનો ગર્વ છે
વિરાટ કોહલીએ કહ્યું કે, મને આ પારી અને 10,000ની ઉપલબ્ધિને પાર કરવાનું ગર્વ છે. આ કંઈક એવું હતું કે, જેના વિશે મેં મેચમાં પહેલેથી જ વિચારીને રાખ્યું હતું. મેં મેચનો આનંદ લીધો છે. વેસ્ટ ઈન્ડીઝે જે રીતે બેટિંગ કરી, તેનાથી તેઓ આ મેચમાં ડ્રો કરાવવાના હકદાર હતા.
પહેલા બેટિંગનો નિર્ણય યોગ્ય હતો
શું ટોસ જીતીને પહેલા બેટિંગ કરવું ખોટું હતું? વિરાટ કોહલીએ આ સવાલના જવાબમાં કહ્યું કે, અમે મેચ પહેલા જ નિર્ણય કરી લીધો હતો કે, આ પિચ પર દરેક કોઈ પહેલા બેટિંગ કરવા ઈચ્છશે. કેમ કે અહીંનુ મોસમ ગરમ હતું અને બાદમાં તમને રનનો બચાવ કરવાન હતો. અમને આશા હતી કે, બાદમાં પિચ સ્લો થશે, પણ એવું ન થયું.
રાયડુ પરિસ્થિતિને સારી રીતે પારખે છે
વિરાટ કોહલીએ ચાર નંબર પર બેટિંગ કરનારો અંબાતી રાયડુના જોરદાર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, તે બહુ જ પ્રોફેશનલ છે. મેચની સિચ્યુએશનને સારી રીતે રીડ કરે છે. તે સ્પિન બોલિંગ સારી રીતે રમે છે. તેજ બોલિંગ પણ સારી
રીતે કરે છે. તે ગત મેચમાં નોટ આઉટ પરત ફર્યા હતા. આ મેચમાં પણ સારી રીતે રમ્યા. મને લાગે છે કે, તે ચોથા નંબર પર એકદમ ફીટ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે