મેદાન બહાર કોહલીએ બનાવ્યો વધુ એક વિરાટ રેકોર્ડ
ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી મેદાનની બહાર પણ હંમેશા ચર્ચામાં રહે છે.
Trending Photos
નવી દિલ્હીઃ મેદાનમાં હોય કે મેદાનની બહાર, વિરાટ કોહલીનું નામ હંમેશા ચર્ચામાં રહે છે. તેણે વધુ એક ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. આ વાત ટ્વીટરની છે. કોહલીએ ટ્વીટર પર પણ એક વિરાટ રેકોર્ડ બનાવી લીધો છે. ટ્વીટર પર કોહલીના ઓલોઅરની સંખ્યા 30 મિલિયન થઈ ગઈ છે. આ માટે કોહલીએ ટ્વીટ કરીને ફેન્સનો આભાર માન્યો છે.
કોહલીએ પોતાના ટ્વીટર એકાઉન્ડ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે રિએક્શન આપતો જોવા મળી રહ્યો છે. આ રિએક્શન છે, જે તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એમએસ ધોનીની સિક્સ પર આપ્યું હતું. હકીકતમાં ધોનીએ સ્ટાર્કના બોલ પર પૂલ કરતા છ રન મેળવ્યા હતા, ત્યારબાદ કોહલી આ શોટને જોતો રહી ગયો હતો. કોહલીએ આ સાથે લખીને ટ્વીટર પર 30 મિલિયનને પાર કરવા પર પ્રતિક્રિયા આપી છે. તમામનો પ્રેમ અને સમર્થન માટે આભાર. આ ટ્વીટને એક લાખ કરતા વધુ લાઇક્સ મળી છે.
also my reaction when we crossed 30 million on Twitter. 👀 Thanks for all the love and support everyone. 🙏🏼😊 #30MillionStrong 💪 pic.twitter.com/TGOrUQvWac
— Virat Kohli (@imVkohli) June 19, 2019
આ મામલામાં તે ધોની કરતા પણ આગળ છે. ધોનીના એકાઉન્ટ પર આશરે 8 મિલિયન ઓલોઅર્સ છે. તે સચિનથી પણ આગળ નિકળી ગયો છે. પરંતુ સચિન કોહલી કરતા ઓછો પાછળ છે. સચિનના 29.4 મિલિયન ફોલોઅર્સ છે. ટ્વીટર પર ફોલોઅરના મામલામાં અમિતાભ બચ્ચન કોહલીથી આગળ છે, તેમના 37 મિલિયન ફોલોઅર્સ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે