વિરાટ કોહલીએ બનાવ્યો અનોખો રેકોર્ડ, બન્યો વિશ્વનો પ્રથમ ખેલાડી

વિરાટ કોહલી તેની 43મી વડે ફટકારવાની સાથે જ એક દાયકામાં 20,000 રન બનાવનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. બુધવારે કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં વિરાટ કોહલીએ તેની બીજી સદી ફટકારીને ભારતને 6 વિકેટે વિજય અપાવ્યો હતો 

વિરાટ કોહલીએ બનાવ્યો અનોખો રેકોર્ડ, બન્યો વિશ્વનો પ્રથમ ખેલાડી

પોર્ટ ઓફ સ્પેનઃ વિરાટ કોહલી તેની 43મી વડે ફટકારવાની સાથે જ એક દાયકામાં 20,000 રન બનાવનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. બુધવારે કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં વિરાટ કોહલીએ તેની બીજી સદી ફટકારીને ભારતને 6 વિકેટે વિજય અપાવ્યો હતો. 

ભારતીય ટીમે વર્ષાથી પ્રભાવિત ત્રીજી વનડેમાં કેરેબિયન ટીમને ડીએલએસ મેથડ અંતર્ગત 6 વિકેટે હરાવી હતી અને 2-0થી સિરીઝ પર કબ્જો મેળવ્યો હતો. ત્રણ મેચની સીરીઝની પ્રથમ મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. આ અગાઉ ટી-20માં પણ ભારતે વેસ્ટ ઈન્ડીઝના 3-0થી સુપડા સાફ કર્યા હતા. 

ભારતના આ વિજયમાં 99 બોલમાં 114 રન ફટકારના કેપ્ટન કોહલીનું મહત્વનું યોગદાન રહ્યું હતું. કોહલીને 'મેન ઓફ ધ મેચ' અને શ્રેણીમાં સતત બે સદી ફટકારવા માટે 'મેન ઓફ ધ સિરીઝ'નો પણ એવોર્ડ એનાયત કરાયો હતો. આ શ્રેણીમાં વિરાટ કોહલીએ 120 અને 114 એમ બે વખત સદી ફટકારીને નવા રેકોર્ડ સર્જ્યા હતા. 

વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (ટેસ્ટ+વન ડે+ટી 20 ઈન્ટરનેશનલ)માં આ દાયકાના (વર્ષ 2010થી 2019માં અત્યાર સુધી) પોતાના 20,000 રન પૂરા કર્યા છે. આ રીતે, એક દાયકામાં 20,000 કે તેથી વધુ રન બનાવનારો તે વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. 

No batsman has ever scored as many in a single decade 😮

What a phenomenal cricketer 🙌#WIvIND pic.twitter.com/glRYNR7whk

— ICC (@ICC) August 14, 2019

વિરાટ કોહલીએ 2010ના દાયકામાં અત્યાર સુધી કુલ 371 મેચ રમી ચૂક્યો છે અને તેણે 57.03ની સરેરાશથી 20,018 રન બનાવ્યા છે. જેમાં 67 સેન્ચુરીનો સમાવેશ થાય છે. એટલે કે વિરાટના બેટમાંથી જો રનનો આ રીતે જ વરસાદ થતો રહ્યો તો ભવિષ્યમાં વિરાટનો રેકોર્ડ તોડવો કોઈના માટે સરળ નહીં રહે. અત્યાર સુધી એક દાયકામાં સૌથી વધુ રનનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ રિકી પોન્ટિંગના નામે હતો, જેણે વર્ષ 2000ના દાયકામાં 18,962 રન બનાવ્યા હતા. 

ખેલાડી મેચ રન સર્વોચ્ચ  સરેરાશ સદી  દાયકો
વિરાટ કોહલી 371 20,018 243 57.03 67 2010-20
રિકી પોન્ટિંગ 363 18,962 257 49.63 55 2000-10
જેક કોલિસ 329 16,777 189* 51.94 38 2000-10
મહેલા જયવર્ધને 393 16,304 374 40.86 34 2000-10
કુમાર સંગાકારા 370 15,999 287 42.89 31 2000-10
સચિન તેંડુલકર 301 15,962 248* 49.26 42 2000-10
રાહુલ દ્રવિડ 334 15,853 270 47.04 27 2000-10
હાશિમ અમલા 286 15,185 311 48.05 47 2010-20

જુઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news