1983 અને 2011ના વર્લ્ડ કપથી પણ મોટી છે ઓસ્ટ્રેલિયા પર આ જીત: કોહલી અને શાસ્ત્રી
સિડનીમાં યોજાયેલી ચૌથી ટેસ્ટ ડ્રો થવાની સાથે જ ભારત આ ચાર મેચની આ સીરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. મેચ પછી ભારતીય કેપ્ટન વિરાટ કહોલી અને કોચ રવિ શાસ્ત્રીએ આ જીતને વર્લ્ડ કપની જીત કરતા પણ મોટી ગણાવી છે. ભારતે 71 વર્ષમાં પહેલી વખત ઓસ્ટ્રેલિયાને તેમના ઘરમાં હરાવી છે.
Trending Photos
સિડની: ઓસ્ટ્રેલિયામાં પહેલી વખત ટેસ્ટ સીરીઝ (India vs Australia) જીતવાનો ભારતને રાહ જોવી સોમવારે (7 જાન્યુઆરી) પૂરી થઇ છે. સિડનીમાં યોજાયેલી ચૌથી ટેસ્ટ ડ્રો થવાની સાથે જ ભારત આ ચાર મેચની આ સીરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. મેચ પછી ભારતીય કેપ્ટન વિરાટ કહોલી અને કોચ રવિ શાસ્ત્રીએ આ જીતને વર્લ્ડ કપની જીત કરતા પણ મોટી ગણાવી છે. ભારતે 71 વર્ષમાં પહેલી વખત ઓસ્ટ્રેલિયાને તેમના ઘરમાં હરાવી છે. હેવ બંને ટીમોની વચ્ચે 12 જાન્યુઆરીથી વનડે સીરીઝ યોજાનારી છે.
ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ આ જીતની સરખામણી 1983ના વર્લ્ડ કપ સાથે કરી છે. તેમણે કહ્યું કે, ‘હું તમને જણાવીશ કે તે મારા માટે કેટલું સંતોષકારક છે. વર્લ્ડ કપ 1983, ક્રિકેટ વર્લ્ડ ચેમ્પિયનશિપ 1985ની જીત યાદ કરો. આ પણ તે જીતની બરાબર છે અથાવ તમે તેને તેનાથી પણ મોટી કરી શકો છો. કેમ કે આ રમતની સૌથી મહત્વના ફોર્મેટ (ટેસ્ટ)માં મળી છે. આ ટેસ્ટ ક્રિકેટ છે જેને સૌથી મુશ્કેલ ગણવામાં આવે છે.
રવિ શાસ્ત્રીએ ત્યારબાદ કેપ્ટન કોહલીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું, મને નતી લાગતુ કે જેટલા પેશનની સાથે તે ટેસ્ટ ક્રિકેટ રમે છે બીજું કોઇ રમતું હશે. શાસ્ત્રીએએ કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં સીરીઝની જીત પાછલા એક વર્ષની મહેતનનું પરિણામ છે. ટીમ ઇન્ડિયાએ તેની તૈયારી અને પ્લાનિંગ 12 મહિના પહેલા દક્ષિણ આફ્રિકામાં જ શરૂ કરી દીધી હતી.
વધુમાં વાંચો: ઐતિહાસિક જીત બાદ વિરાટે પોતાની સેનાને કરાવ્યો ડાન્સ
વર્લ્ડ કપ 2011ની સરખામણીએ આ જીત વધારે ભાવનાત્મક: કોહલી
વિરાટ કોહલી 2011માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમમાં સામેલ હતો. તેમણે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ વર્લ્ડ કપની જીતને પણ યાદ કરી હતી. તણે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટ સીરીઝમાં જીત તેની સરખામણીમાં વધારે ભાવનાત્મક છે. કોહલીએ કહ્યું કે, આ મારી અત્યાર સુધીની સૌથી મોટી ઉપલબ્ધિ છે. આ યાદીમાં સૌથી ઉપર રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે