કોરોના સામે જંગમાં આગળ આવ્યા વિરાટ-અનુષ્કા, મુંબઈ પોલીસને આપ્યા આટલા રૂપિયા


ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્માએ કોરોના વાયરસ મહામારી વચ્ચે પોલીસ કલ્યાણ માટે પાંચ-પાંચ લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. 
 

કોરોના સામે જંગમાં આગળ આવ્યા વિરાટ-અનુષ્કા, મુંબઈ પોલીસને આપ્યા આટલા રૂપિયા

મુંબઈઃ કોરોના મહામારી વચ્ચે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી એકવાર ફરી મદદ માટે આગળ આવ્યો છે. તેણે આ વખતે મુંબઈ પોલીસના કલ્યાણ માટે પત્ની અનુષ્કાની સાથે પોતાનું યોગદાન આપ્યું છે. 

મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે શનિવારે જણાવ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્માએ પાંચ-પાંચ લાખ રૂપિયાનું દાન કર્યું છે. 

— CP Mumbai Police (@CPMumbaiPolice) May 9, 2020

પોલીસ કમિશનર પરમબીર સિંહે સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર લખ્યું, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો મુંબઈ પોલીસકર્મીઓના કલ્યાણ માટે પાંચ-પાંચ લાખ રૂપિયાનું યોગદાન આપવા માટે આભાર. તમારૂ યોગદાન કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈમાં મુંબઈ પોલીસની મદદ કરશે. 

અનિલ કુંબલેએ આ મેચ સાથે કરી કોવિડ-19ની સરખામણી, જાણો શું કહ્યું...

આ પહેલા કોહલી અને અનુષ્કાએ કોવિડ-19 વિરુદ્ધ લડાઈ માટે પ્રધાનમંત્રી કેયર્સ ફંડ અને મહારાષ્ટ્ર મુખ્યમંત્રી રાહત કોષમાં કાન કર્યું હતું, પરંતુ આ રકમનો ખુલાસો કર્યો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news