Viral Video: જાહેરમાં પતિને નાચતો જોઈ પત્ની કાળઝાળ, ડંડો લઈને મારવા દોડી, પછી જે થયું....

ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો જોઈને તમે હસી હસીને બેવડા વળી જશો. 

Viral Video: જાહેરમાં પતિને નાચતો જોઈ પત્ની કાળઝાળ, ડંડો લઈને મારવા દોડી, પછી જે થયું....

viral video: સોશિયલ મીડિયા પર આમ તો તમે પતિ પત્નીના અનેક વીડિયો જોયા હશે. પરંતુ હાલમાં જ એક એવો વીડિયો વાયરલ થયો છે કે જેને જોઈને તમારું હસવું રોકાશે નહીં. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે (Virendra Sehwag) ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. જેને જોઈને હસી હસીને બેવડા વળી જશો. 

આ વીડિયો (Viral Video) એક વૃદ્ધ દંપત્તિનો છે. વીડિયોમાં જોવા મળે છે કે વૃદ્ધ વ્યક્તિ ડીજે પર ફિલ્મી ગીતો પર ડાન્સ કરી રહ્યા છે. અચાનક ત્યારે જ ગુસ્સે ભરાયેલી પત્ની લાકડી લઈને આવે છે. સોશિયલ મીડિયા (Social Media) પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે અને ખુબ જોવાઈ રહ્યો છે. જેવી વૃદ્ધની નજર તેમની પત્ની પર પડે છે કે તેઓ ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગે છે. પતિને ભાગતા જોઈને પત્ની પણ તેમની પાછળ ભાગે છે. 

આ વીડિયોને વિરેન્દ્ર સહેવાગે (Virendra Sehwag) પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે આયુ અસ્થાયી છે, પત્નીની લાકડી સ્થાયી છે. આ સાથે જ તેમણે #biwifear #sameoldstory #husbandwife #somethingsdontchange જેવા ટેગ પણ આપ્યા છે. જેવો સહેવાગે આ વીડિયો શેર કર્યો કે ગણતરીના કલાકમાં તે એક લાખથી પણ વધુ વખત જોવાઈ ગયો છે. લોકોને આ વીડિયો ખુબ પસંદ પડી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news