PM મોદી સાથે ગુજરાતની 'ખુશી'ની વાત, એક સ્પર્ધામાં 3 ગોલ્ડ મેડલ મેળવનાર ભારતની એકમાત્ર ખેલાડી
સૌથી મહત્વની અને યાદગાર સિદ્ધિ વર્ષ 2016માં ચીનમાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ (Gold Medal) મેળવ્યા હતા. ખુશીએ ચીનમાં ફિગર સ્કેટિંગ, આર્ટિસ્ટ સ્કેટિંગ અને કમ્બાઇન સેટિંગમાં ગોલ્ડ મેડલ (Gold Medal) મેળવ્યો હતો. જે તેની સૌથી મોટી સિદ્ધિ છે.
Trending Photos
ગૌરવ પટેલ, અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) ની ખુશી પટેલે (Khushi Patel) પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પુરસ્કાર મેળવીને માત્ર પરિવાર જ નહીં પરંતુ અમદાવાદ અને રાજ્યનું નામ રાષ્ટ્રીય ફલક પર રોશન કર્યું છે. ખુશી પટેલ (Khushi Patel) ને રમતગમત ક્ષેત્રે એક કરતાં વધારે ગોલ્ડ મેડલ (Gold Medal) અને અલગ-અલગ પૂરસ્કાર બદલ આ સન્માન આપવામાં આવ્યું છે. દર વર્ષે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પૂરસ્કાર 5 વર્ષેથી લઈ ૧૮ વર્ષના બાળકોને અલગ-અલગ ક્ષેત્રોમાં મેળવેલ સિદ્ધિના આધારે આપવામાં આવતો હોય છે. ખુશીને સ્કેટિંગ ક્ષેત્રમાં પારંગતતા બદલ એવોર્ડ માટે જાહેરાત થઈ છે, જે તેમને આગામી દિવસોમાં એનાયત કરવામાં આવશે.
ખુશી(Khushi Patel) એ 4 વર્ષની ઉંમરે સ્કેટીંગની શરૂઆત કરી હતી. નાની ઉંમરમાં અને ટૂંકા સમયગાળા દરમિયાન અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય એવોર્ડ અને મેડલ્સ જીત્યા છે. જેમાં સૌથી મહત્વની અને યાદગાર સિદ્ધિ વર્ષ 2016માં ચીનમાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ (Gold Medal) મેળવ્યા હતા. ખુશીએ ચીનમાં ફિગર સ્કેટિંગ, આર્ટિસ્ટ સ્કેટિંગ અને કમ્બાઇન સેટિંગમાં ગોલ્ડ મેડલ (Gold Medal) મેળવ્યો હતો. જે તેની સૌથી મોટી સિદ્ધિ છે.
ખુશી (Khushi Patel) એ રાજ્ય કક્ષાએ 25 ગોલ્ડ અને 4 સિલ્વર મેડલ, રાષ્ટ્રીય કક્ષાએ 7 ગોલ્ડ મેડલ (Gold Medal) અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. જયારે આંતરરાષ્ટ્રીય સ્તરે ખુશીએ ત્રણ ગોલ્ડ મેડલ (Gold Medal) હાંસલ કર્યા છે. ખુશીની આ નાની કારકિર્દી દરમિયાન 2 વાર ગંભીર બીજાનો પણ સામનો કરવો પડ્યો હતો ચેટિંગ દરમિયાન તેને પગમાં અને હાથના અંગુઠામાં પ્રેશર પણ થયું હતું જોકે તેને હાર માન્યા વિના તેનું ધ્યાન કેન્દ્રિત રાખ્યું અને આજે તેને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. ખુશી ભારતની પહેલી સ્કેટિંગ રમતવીર છે કે જેને એક સાથે ત્રણ ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યા હોય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે