લદ્દાખના ખેલાડી હવે રણજી ટ્રોફીમાં જમ્મૂ-કાશ્મીર માટે રમશેઃ વિનોદ રાય

રાયે કહ્યું કે, બીસીસીઆઈ હાલ લદ્દાખ માટે અલગ ક્રિકેટ સંઘ નહીં બનાવશે. તે ક્ષેત્રના ક્રિકેટર બીસીસીઆઈની તમામ ડોમેસ્ટિક સ્પર્ધાઓમાં જમ્મૂ-કાશ્મીર માટે રમશે. 

લદ્દાખના ખેલાડી હવે રણજી ટ્રોફીમાં જમ્મૂ-કાશ્મીર માટે રમશેઃ વિનોદ રાય

નવી દિલ્હીઃ નવા કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના ક્રિકેટર હવે ડોમેસ્ટિક સર્કિટમાં જમ્મૂ-કાશ્મીર માટે રમશે. ભારતીય ક્રિકેટની પ્રશાસકોની સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે આ જાણકારી આપી છે. સરકારે સોમવારે જમ્મૂ કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મૂ કાશ્મીર અને લદ્દાખમાં વહેંચ્યું હતું. બીસીસીઆઈ હાલ તો બે અલગ પ્રદેશ એકમ બનાવવા જઈ રહ્યું નથી. 

રાયે કહ્યું, 'અમે ક્યારેય લદ્દાખ માટે અલગ ક્રિકેટ સંઘ નહીં બનાવીએ. તે વિસ્તારના ક્રિકેટર બીસીસીઆઈની તમામ ડોમેસ્ટિક સ્પર્ધાઓમાં જમ્મૂ-કાશ્મીર માટે રમશે.' જમ્મૂ કાશ્મીરની રણજી ટીમમાં અત્યાર સુધી લદ્દાખનો કોઈ ખેલાડી નથી. આગામી રણજી સત્ર આ વર્ષના અંતમાં ડિસેમ્બરમાં શરૂ થશે. 

તે પૂછવા પર શું લદ્દાખને પણ પુડુચેરીની જેમ મતદાનનો અધિકાર રહેશે, રાયે કહ્યું કે, અત્યાર સુધી તેના પર વાત થઈ નથી. તેમણે કહ્યું, 'અમે તેના પર કોઈ વાત કરી નથી. આ મામલમાં બધું ચંદીગઢની જેમ રહેશે જે એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તેના ખેલાડી પંજાબ કે હરિયાણા માટે રમે છે.'

રાયે કહ્યું, 'અમને વિશ્વાસ છે કે જમ્મૂ-કાશ્મીરની ડોમેસ્ટિક મેચ પાછલા વર્ષની જેમ શ્રીનગરમાં જ થશે. વૈકલ્પિક ઘરેલૂ મેદાનને લઈને કોઈ વાત કરવામાં આવી નથી.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news