US Open 2018: 55મી રેન્કિંગ ધરાવતા ખેલાડી સામે હારીને ફેડરર બહાર

55મી રેન્ક ધરાવતા 29 વર્ષના મિલમૈને 20 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રોજર ફેડરરને 3-6, 7-5, 7-6, 7-6થી હરાવીને તેના અભિયાન પર બ્રેક લગાવી દીધી છે. 
 

US Open 2018: 55મી રેન્કિંગ ધરાવતા ખેલાડી સામે હારીને ફેડરર બહાર

ન્યૂયોર્કઃ સ્વિત્ઝરલેન્ડના 37 વર્ષીય દિગ્ગજ ટેનિસ ખેલાડી રોજર ફેડરર પોતાના છઠ્ઠા યૂએસ ઓપનનું ટાઇટલ જીતવાની દોડમાંથી બહાર થઈ ગયો. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ફેડરરને ઓસ્ટ્રેલિયાના ખેલાડી જોન મિલમૈન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 

ફેડરર યૂએસ ઓપનમાં પ્રથમવાર ટોપ-50ના રેન્ક બહારના ખેલાડી સામે હારી ગયો. 55મી રેન્ક ધરાવતા 29 વર્ષના મિલમૈને 20 વખત ગ્રાન્ડ સ્લેમ વિજેતા ફેડરરને 3-6, 7-5, 7-6, 7-6થી હરાવીને તેના અભિયાન પર બ્રેક લગાવી દીધી હતી. 

હવે ઓસ્ટ્રેલિયાના મિલમૈન બુધવારે પોતાના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ક્વાર્ટર ફાઇનલમાં બે વખતના ચેમ્પિયન જોવાક જોકોવિચ સામે ટકરાશે. 

— ATP World Tour (@ATPWorldTour) September 4, 2018

ફેડરર આ સમયે પુરૂષ સિંગલ્સમાં વિશ્વનો નંબર-2 ખેલાડી છે. જોકોવિચે પોતાના પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચમાં પોર્ટુગલના જોઆઓ સોઉસાને સીધા સેટમાં 6-3, 6-4, 6-3થી હરાવીને અંતિમ-8માં પ્રવેશ કર્યો છે. 

બીજીતરફ મહિલા વર્ગમાં રૂસની મારિયા શારાપોવાને પણ ટૂર્નામેન્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. સ્પેનની કાર્લા સુઆરેજ નાવારોએ શારાપોવાને સીધા સેટમાં 6-4, 6-3થી પરાજય આપ્યો હતો. સોમવારે પોતાના 30મા જન્મદિવસ ઉજવનારી નાવારોએ આ જીતની સાથે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. શારાપોવા વર્ષ 2006માં યૂએસ ઓપન ચેમ્પિયન બની હતી. 

— US Open Tennis (@usopen) September 4, 2018

યૂએસ ઓપનમાં છ વખતની વિજેતા સેરેના વિલિયમ્સે કાઇયા કૈનેપીને રવિવારે 6-0, 4-6, 6-3થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news