Jioવાળા બની શકે છે કરોડપતિ, ઘરેબેઠા કરવું પડશે આ આસાન કામ

અન્ય ટેલીકોમ કંપનીના યૂજર્સ એસએમએસ, કોલ, કેબીસી મોબાઇલ એપ, વેબસાઇટ અથવા આઇવીઆર સિસ્ટમ અને સોની લાઇવ એપ દ્વારા શો દરમિયાન લાઇમ રમીને ઇનામ જીતી શકે છે. 

Jioવાળા બની શકે છે કરોડપતિ, ઘરેબેઠા કરવું પડશે આ આસાન કામ

નવી દિલ્હી: જો તમે પણ જિયો (Jio)નો નંબર યૂઝ કરો છો તો કરોડપતિ બની શકો છો. એટલું જ નહી તમે ઘરેબેઠા જિયો નંબરની મદદથી લાખોના ઇનામ પણ જીતી શકો છો. જોકે સોની પર કૌન બનેગા કરોડપતિની દસમી સિઝન (KBC 10) સોમવારે શરૂ થઇ ગઇ છે. કેબીસીની દસમી સિઝનમાં જિયો યૂજર્સ માટે ઇનામ જીતવાની ખાસ તક છે. જો તમારી પાસે પણ જિયોનો નંબર છે તો જાણો કઇ રીતે તમે ઘરે બેસીને લાખો રૂપિયાના ઇનામ જીતી શકો છો. 

જિયો યૂજર્સને ઇનામ જીતવા માટે જિયો કેબીસી પે એલોગ (Jio KBC Pay Along) રમવું પડશે. આમ કરવાથી તમે લાખો રૂપિયાના ઇનામ જીતી શકો છો. કેબીસીના નવમી સિઝનની માફક કાર્યક્રમ દરમિયાન તમે મોબાઇલ પર Jiochat App દ્વારા પ્રશ્નોના જવાબ આપીને ઇનામ જીતવાની સાથે જ હોટ સીટ સુધી પહોંચી શકો છો. એટલું જ નહી હોટસીટ પર પ્રશ્નોના સાચા જવાબ આપીને તમે કરોડપતિ બની શકો છો.
कौन बनेगा करोड़पति, kbc 10, kbc, Jio KBC Pay Along, KBC Pay Along, Jiochat App

(ફોટો સાભાર: www.kbcliv.in)
આ રીતે રમો Jio KBC Pay Along
- સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોરમાં જઇને જિયો ચેટ એપ (Jiochat App) ડાઉનલોડ કરો.
- એપ ડાઉનલોડ થયા બાદ તેમાં નામ, જન્મતારીખ અને ફોટો વગેરે આપીને તમારું રજિસ્ટ્રેશન કરાવો.
- આમ કર્યા પછી તમે પ્રશ્નોના જવાબ આપી શકશો. આ બધા જવાબ તમારે લાઇવ પ્રોગ્રામ દરમિયાન આપવા પડશે. 
- અહીં જવાબ સાચા હશે તેના આધારે યૂજર્સને પોઇન્ટ આપવામાં આવશે. આ પોઇન્ટના આધારે તમને હોટ સીટ માટે બોલાવવામાં આવશે.
- જિયો ઘરે બેઠા જીતો જેકપોટમાં એકસાથે 30 લાખ યૂજર્સ રમી શકે છે.
कौन बनेगा करोड़पति, kbc 10, kbc, Jio KBC Pay Along, KBC Pay Along, Jiochat App

(ફોટો સાભાર: www.kbcliv.in)

તમને જણાવી દઇએ કે કૌન બનેગા કરોડપતિ સીઝન 10 માટે રજિસ્ટ્રેશન 6 જૂનના રોજ સાંજે 8:30 વાગ્યાથી શરૂ થઇ ચૂક્યા છે. એસએમએસ, કોલ, કેબીસી મોબાઇલ એપ, ઓનલાઇન અને આઇવીઆરના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવી શકો છો. (https://kbcliv.in/online-registration/) પર જવું પડશે. રજિસ્ટ્રર્ડ યૂજરને ઇ-મેલ અને એસએમએસના માધ્યમથી આગામી શોની તારીખો વિશે માહિતગાર કરવામાં આવશે.

જો તમારી પાસે જિયો ઉપરાંત કોઇ અન્ય કંપનીનું કનેક્શન છે તો તમે Jio KBC Play Along રમી નહી શકો. એવામાં અન્ય ટેલીકોમ કંપનીના યૂજર્સ એસએમએસ, કોલ, કેબીસી મોબાઇલ એપ, વેબસાઇટ અથવા આઇવીઆર સિસ્ટમ અને સોની લાઇવ એપ દ્વારા શો દરમિયાન લાઇમ રમીને ઇનામ જીતી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news