INDvsAUS: સિડનીમાં વરસાદને કારણે આજની ગેમ પુરી, ઓસ્ટ્રેલિયા સંકટમાં

સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બીજા સત્રમાં રવિન્દ્ર જાડેજાએ બહુ જલ્દી ઓસ્ટ્રેલિયાની બે વિકેટ પાડી દીધી હતી

INDvsAUS: સિડનીમાં વરસાદને કારણે આજની ગેમ પુરી, ઓસ્ટ્રેલિયા સંકટમાં

સિડની : ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર મેચની સિરીઝની છેલ્લી ટેસ્ટમાં 600થી વધારે રન બનાવી દીધા હતા. ઋષભ પંતે તેની કેરિયરની બીજી ટેસ્ટ સદી બનાવી દીધી છે. જોકે ઓસ્ટ્રેલિયામાં આ તેની પહેલી સદી છે. જયારે જાડેજા સદી બનાવતા ચૂકી ગયો હતો. જાડેજા 81 રન બનાવી આઉટ થયો હતો. આ સાથે જ ભારતે દાવ ડિકલેર કર્યો હતો ત્યારે ભારતનો સ્કોર 622/7 હતો. બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 24 રન ફટકાર્યા હતા. આજે હવે ત્રીજા દિવસે ગેમ આગળ વધી છે.

Live updates

  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર ટેસ્ટ મેચોની સિરીઝની છેલ્લી ટેસ્ટના ત્રીજા દિવસે અંતિમ સત્રમાં વરસાદ અને ખરાબ પ્રકાશને પગલે ગેમ રોકી દેવામાં આવી હતી. જોકે પછી આજના દિવસની ગેમ રમી શકાઈ નહોતી અને સ્ટમ્પ્સની જાહેરાત કરી દેવામાં આવી હતી. ઇનિંગમાં 84મી ઓવર પહેલાં વરસાદ શરૂ થતા ખેલાડીઓએ મેદાન બહાર જવું પડ્યું હતું. એમ્પાયરોએ મેદાન પર કવર્સ લગાવવાનો ઇશારો કર્યો હતો. કવર લગાવ્યા પછી ધોધમાર વરસાદ પડવા લાગ્યો હતો. આ રીતે ઓસ્ટ્રેલિયાની ટીમ 6 વિકેટ ગુમાવીને સંકટમાં મુકાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા 236/6 (83.3 ઓવર)
  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર ટેસ્ટ મેચોની સિરીઝની છેલ્લી ટેસ્ટના ત્રીજા દિવસે અંતિમ સત્રની પહેલી ઓવરમાં કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટીમ પેનને ક્લિન બોલ્ડ કરી દીધો. પેને 14 બોલમાં એક ચોક્કો માર્યો અને માત્ર પાંચ રન જ બનાવી શક્યો. ઓસ્ટ્રેલિયા 198/6 (69 ઓવર)
  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર ટેસ્ટ મેચોની સિરીઝની છેલ્લી ટેસ્ટના ત્રીજા દિવસે ટી બ્રેક સુધી ઓસ્ટ્રેલિયાએ 200 રન બનાવતા પહેલાં જ પાંચ વિકેટ ગુમાવી દીધી છે. ક્રિઝ પર પીટર હૈંડસ્કોમ્બ (21) સાથે કેપ્ટન ટીમ પેન (5) રમી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા 198/5 (68 ઓવર)
  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બીજા સત્રમાં ઓસ્ટ્રેલિયાની 5મી વિકેટ ટ્રેવિસ હેડની પડી. હેડને કુલદીપ યાદવે પોતાના જ બોલમાં કેચ કરી લીધો. હેડ 56 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો. ઓસ્ટ્રેલિયા 192/5 (67 ઓવર)
  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બીજા સત્રમાં રવિન્દ્ર જાડેજાએ ટીમ ઇન્ડિયાને સફળતા અપીને શોન માર્શને સ્લિપ પર વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે પાસે કેચ આઉટ કરાવી દીધો. શોને બે ચોક્કા સાથે 13 બોલમાં આઠ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા 144/3 (48.1 ઓવર)
  • બીજા સત્રની ત્રીજી ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાને જોરદાર આંચકો આપીને માર્કસ હૈરિસને બોલ્ડ કરી દીધો. હૈસિક જબરદસ્ત બેટિંગ કરી રહ્યો હતો. તેણે 120 બોલમાં 79 રનની ઇનિંગ રમી જેમાં 8 ચોક્કા શામેલ હતા. ઓસ્ટ્રેલિયા 128/2 (43 ઓવર) 
  • લંચ સુધી ઓસ્ટ્રેલિયાએ માત્ર એક વિકેટ ગુમાવી જ્યારે માર્કસ હૈરિસે શાનદાર 77 રનની ઇનિંગ રમી હતી. હૈરિસે ટીમ ઇન્ડિયાના સ્પિનર્સને ટાર્ગેટ કર્યા હતા અને 25મી ઓવરમાં જ અર્ધસદી પુરી કરી દીધી હતી. હૈરિસ સાથે પોતાની પહેલી મેચ રમી રહેલા માર્નસ હૈબુશૈને બે ચોક્કા સાથે 18 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા 122/1 (40 ઓવર)
  • પહેલા સત્રમાં 30મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાના 100 રન પુરા થઈ ગયા. માર્કસ હૈરિસે અર્ધ સદી પછી પણ ઝપાટાબંધ રન બનાવવાનું ચાલુ રાખ્યું. ઓસ્ટ્રેલિયા 100/1 (30 ઓવર)
  • માર્કસ હૈરિસે શાનદાર બેટિંગ કરીને બહુ ઝડપથી હાફ સેન્ચુરી પુરી કરી. તેણે 25મી ઓવરમાં જ 67 બોલમાં અર્ધસદી ફટકારી. ઓસ્ટ્રેલિયા 80/1 (25 ઓવર)
  • ટીમ ઇન્ડિયાને પહેલી સફળતા કુલદીપ યાદવે અપાવી. તેણે ઉસ્માન ખ્વાજાને મિડવિકેટ પર ચેતેશ્વર પુજારા પાસે કેચ કરાવીને પેવેલિયન મોકલી દીધો. ખ્વાજાએ 71 બોલમાં ત્રણ ચોક્કા સાથે 27 રનની ઇનિંગ રમવામાં સફળતા મેળવી. ઓસ્ટ્રેલિયા 72/1 (22 ઓવર)
  • ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ઉસ્માન ખ્વાજા (20) અને માર્કસ હૈરિસે (37) ઝડપી બેટિંગ કરીને દિવસની સાતમી અને ઇનિંગની 17મી ઓવરમાં જ સ્કોર 50ને પાર કરાવી દીધો. ઓસ્ટ્રેલિયા 57/0 (17 ઓવર)
  • ત્રીજા દિવસે ટીમ ઇન્ડિયા તરફથી પહેલી ઓવર જસપ્રીત બુમરાહે પહેલી ઓવર ફેંક હતી જ્યારે ઓસ્ટ્રેલિયાની ઇનિંગની શરૂઆત માર્કસ હૈરિસે કરી હતી. હૈરિસે પહેલા બોલ પર ત્રણ રન લઈને ટીમ માટે સારા દિવસની શરૂઆત કરી દીધી હતી. ઓસ્ટ્રેલિયા 27/0 (11 ઓવર)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news