બાંગ્લાદેશના ભારત પ્રવાસ પર સંકટના વાદળો, ખેલાડી કરી શકે છે હડતાળ

બાંગ્લાદેશની ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય ટીમના કેપ્ટન શાકિબ અલ હસને પણ બોર્ડના આ વલણ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. હસને હાલના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ખેલાડીઓને દબાવવામાં આવી રહ્યાં છે અને તેની સાથે સારો વ્યવહાર થવો જોઈએ. 
 

બાંગ્લાદેશના ભારત પ્રવાસ પર સંકટના વાદળો, ખેલાડી કરી શકે છે હડતાળ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના ભારત પ્રવાસ પર શંકાના વાદળો છવાય ગયા છે. સોમવારે બાંગ્લાદેશી ક્રિકેટરોએ અચાનક એક પત્રકાર પરિષદ બોવાવી છે. ખબર છે કે ખેલાડી હડતાળ પર જવાની જાહેરાત કરી શકે છે. તેની શરૂઆત પાછલા મહિને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના તે નિર્ણયને માનવામાં આવી રહ્યો છે, જેમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગના ફ્રેન્ચાઇઝી આધારિત મોડલને સમાપ્ત કરી દેવામાં આવ્યું હતું. 

ક્રિકઇન્ફોના રિપોર્ટ પ્રમાણે, તેની અર્થ તે થયો કે એક એક એવરેજ પ્રોફેશનલ ક્રિકેટરની કમાણી ઈતિહાસમાં સૌથી ઓછી થઈ ગઈ છે. ખેલાડીઓની નારાજગી તે સમયે વધુ વધી ગઈ જ્યારે બોર્ડ આ મહિને શરૂ થયેલી ફર્સ્ટ ક્લાસ સ્પર્ધાની મેચ ફીમાં વધારો કર્યો નથી. 

પ્રોફેશનલ ખેલાડી છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી આ વિશે અવાજ ઉઠાવી રહ્યાં છે. બાંગ્લાદેશની ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય ટીમના કેપ્ટન શાકિબ અલ હસને પણ બોર્ડના આ વલણ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. હસને હાલના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ખેલાડીઓને દબાવવામાં આવી રહ્યાં છે અને તેની સાથે સારો વ્યવહાર થવો જોઈએ. 

શાકિબની આ વાતને ખેલાડીઓનું સમર્થન મળ્યું હતું. પરંતુ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આ આલોચના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news