આ દેશના બધા અખબારોનું પહેલું પાનું કાળું છપાયું, ખાસ જાણો કારણ
ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક દિવસોથી મીડિયાની આઝાદીને લઈને વિવાદ છેડાયો છે. જેના પગલે અનેક મોટા અખબારોએ એક મોટો નિર્ણય લેતા આજે પ્રકાશિત થયેલા અખબારોના પહેલા પાનાને કાળું પ્રકાશિત કર્યું.
Trending Photos
કેનબરા: ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક દિવસોથી મીડિયાની આઝાદીને લઈને વિવાદ છેડાયો છે. જેના પગલે અનેક મોટા અખબારોએ એક મોટો નિર્ણય લેતા આજે પ્રકાશિત થયેલા અખબારોના પહેલા પાનાને કાળું પ્રકાશિત કર્યું. સોમવારે સવારે દેશના લગભગ દરેક મોટા અખબારનું પહેલું પાનું કાળું હતું. આ વાત ફક્ત અખબારો સુધી જ ન અટકી, તેમની વેબસાઈટે પણ હોમ પેજ કાળું કર્યું.
વાત જાણે એમ હતી કે થોડા મહિના પહેલા પોલીસે પત્રકારોના ઘર અને ઓફિસો પર દરોડા પાડ્યા. સરકારનું કહેવું હતું કે કેટલાક લોકોએ સરકાર અને સેના વિરોધી લખ્યું છે, જે ખોટું છે. ત્યારબાદથી જ સરકારે જનતા અને મીડિયાનો આકરો વિરોધ પ્રદર્શન સહન કરવો પડ્યો છે.
જુઓ LIVE TV
આ સમગ્ર મામલે પ્રેસે સરકાર સમક્ષ 6 માગણીઓ રજુ કરી છે. જેમાંથી એક એ છે કે પત્રકારોને કડક રાષ્ટ્રીય કાયદામાંથી છૂટ આપવામાં આવે જેથી કરીને તેઓ પોતાનું કામ નિષ્પક્ષતાથી અને નીડરતાથી કરી શકે. સરકારનું કહેવું છે કે તેઓ પ્રેસની સ્વતંત્રતાનું સમર્થન કરે છે પરંતુ કાયદાથી ઉપર કશું નથી.
ડેલી ટેલીગ્રાફ, ધ ઓસ્ટ્રેલિયન, હેરાલ્ડ સન, ફાઈનાન્શિયલ રિવ્યુ જેવા ઓસ્ટ્રેલિયાના અનેક મોટા અને પ્રચલિત અખબારોએ આ અભિયાનમાં એક બીજાનો સાથ આપ્યો. આ મુહિમને રાઈટ ટુ નો કોલિશન નામ અપાયું છે અને આ કાળું પાનું આ જ અભિયાનની એક કડી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે