Tokyo Olympic 2020: હોકીમાં ભારતનો કારમો પરાજય, ઓસ્ટ્રેલિયાએ 7-1થી હરાવ્યું
વિશ્વની નંબર 1 હોકી ટીમ ઓસ્ટ્રેલિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને 7-1થી પરાજય આપ્યો છે. આ સાથે કાંગારૂ ટીમે સતત બીજો વિજય મેળવ્યો છે.
Trending Photos
ટોક્યોઃ ઓલિમ્પિક્સના ત્રીજા દિવસે આજે ભારતીય હોકી ટીમે શરમજનક પરાજયનો સામનો કર્યો છે. વર્લ્ડ નંબર 1 ઓસ્ટ્રેલિયાએ આઠ વખતની ચેમ્પિયન ભારતને 7-1થી પરાજય આપ્યો છે. છ પેનલ્ટી કોર્નર મળવા છતાં ભારતીય ટીમ એકપણ તકને ગોલમાં પરિવર્તિત કરી શકી નહીં. બે મુકાબલામાં આ ભારતનો પ્રથમ પરાજય છે. ન્યૂઝીલેન્ડને 3-2થી પરાજય આપી મનપ્રીત સિંહની ટીમે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયાની આ સતત બીજી જીત છે.
પ્રથમ હાફમાં ચાર અને બીજામાં ત્રણ ગોલ
પ્રથમ ક્વાર્ટરમાં થોડા સમય સિવાય ભારતીય ટીમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકી શકી નહીં. પ્રથમ ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયાએ એક ગોલ કર્યો, પરંતુ પ્રથમ હાફના બીજા ભાગમાં તેણે આક્રમક હોકી રમી અને સ્કોર 4-0 કરી દીધો હતો. ત્રીજા ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયાએ બે ગોલ કર્યા પરંતુ ભારતીય ટીમ પણ એક બોલને ગોલપોસ્ટમાં પહોંચાડવામાં સફળ રહી હતી.
A stunning performance from the @Kookaburras.
— Kookaburras (@Kookaburras) July 25, 2021
હજુ પણ છે તક
ભારતીય ફેન્સે નિરાશ થવાની જરૂર નથી, કારણ કે હજુ ત્રણ મુકાબલા બાકી છે. મંગળવારે સવારે 6.30 કલાકે સ્પેન સામે ટક્કર થવાની છે, પછી જાપાન અને આર્જેન્ટીના સામે પડકાર છે. ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં ભારતને વાપસીની કોઈ તક આપી નહીં. પ્રથમ ક્વાર્ટરમાં થોડો સમય ભારતનો દેખાવ સારો રહ્યો હતો. ટીમ ઈન્ડિયા તરફથી એકમાત્ર ગોલ દિલપ્રીતે કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે