શ્રીલંકા વિરુદ્ધ ટી20 સિરીઝ માટે કીવી ટીમ જાહેર, ટિમ સાઉદી બન્યો કેપ્ટન, કેનને આરામ
ન્યૂઝીલેન્ડ ક્રિકેટે શ્રીલંકા વિરુદ્ધ 14 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમની કમાન ટીમ સાઉદીને આપવામાં આવી છે.
Trending Photos
ક્રાઇસ્ટચર્ચઃ ટિમ સાઉદી શ્રીલંકા વિરુદ્ધ ટી20 સિરીઝમાં ન્યૂઝીલેન્ડ ટીમની કમાન સંભાળશે. ન્યૂઝીલેન્ડે ક્રિકેટરે મંગળવારે આ 14 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેની કમાન ટિમ સાઉદીને આપવામાં આવી છે. આ સિરીઝમાં ન્યૂઝીલેન્ડના નિયમિત કેપ્ટન કેન વિલિયમસનને આરામ આપવામાં આવ્યો છે. તેની સાથે ટ્રેન્ટ બોલ્ટને પણ આરામ આપવામાં આવ્યો છે. રોસ ટેલર અને માર્ટિન ગુપ્ટિલને ટીમમાં સામેલ કરતા ન્યૂઝીલેન્ડ ક્રિકેટે યુવાઓ અને અનુભવી ખેલાડીઓમાં સંતુલન બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
ટીમમાં સ્પિન આક્રમણને મજબૂત કરવાના ઈરાદાથી ઈશ સોઢી, મિચેલ સેન્ટનર, ટોડ એસ્ટલને સામેલ કરવામાં આવ્યા છે. ન્યૂઝીલેન્ડના પસંદગીકાર ગૈવિન લાર્સને એક નિવેદનમાં કહ્યું કે, શાનદાર વિશ્વકપ બાદ આગામી વિશ્વ ટૂર્નામેન્ટ માટે તૈયારી કરી રહ્યાં છે. શ્રીલંકા વિરુદ્ધ આ સિરીઝ તેના મુશ્કેલ ઘરેલૂ માહોલમાં પડકારજનક હશે. અમારી ટી20 ટીમ છેલ્લા બે વર્ષોમાં સતત સારૂ કરતી આવી છે.
લાર્સને પોતાની ટીમ વિશે કહ્યું, 'અમે અમારી ટીમમાં તાકાત અને વિવિધતાને લઈને ખુશ છીએ. કેન અને ટ્રેન્ટ બોલ્ટે વિશ્વકપમાં મહત્વની ભૂમિકા નિભાવી અને આવનારી ગરમીમાં અમે તેને આરામ આપવાની તક આપી રહ્યાં છીએ.'
આ સમયે ન્યૂઝીલેન્ડની ટીમ શ્રીલંકામાં છે અને પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ તેણે સિરીઝની અંતિમ મેચ રમવાની છે. પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડને 6 વિકેટે પરાજય આપ્યો હતો.
શ્રીલંકા સામે ટી20 સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ
ટિમ સાઉદી (કેપ્ટન), ટોડ એસ્ટલ, ટોમ બ્રૂસ, કોલિન ડિ ગ્રાન્ડહોમ, લોકી ફર્ગ્યૂસન, માર્ટિન ગુપ્ટિલ, સ્કોટ કુગેલિન, ડૈરિલ મિચેલ, કોલિન મુનરો, સેથ રેન્સ, મિશેલ સેન્ટનર, ટિમ સાઇફર્ટ, ઈશ સોઢી, રોસ ટેલર.
ત્રીજી ટેસ્ટ 22 ઓગસ્ટથી કોલંબોમાં શરૂ થવાની છે જ્યારે ટી20 સિરીઝનો પ્રારંભ એક સપ્ટેમ્બરથી થશે. આ મેચ પાકકેલેના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે. બીજી ટી20 3 સપ્ટેમ્બર અને ત્રીજી ટી20 મેચ 6 સપ્ટેમ્બરે આ સ્ટેડિયમમાં રમાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે