તિલક વર્માએ પાંચ ઈનિંગમાં સૂર્યકુમાર યાદવને પાછળ છોડ્યો, આ ખાસ લિસ્ટમાં થયો સામેલ

IND vs WI: તિલક વર્માએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પોતાનું ટી20 પર્દાપણ કર્યું હતું. આ દરમિયાન તેણે કેટલીક આકર્ષક ઈનિંગ રમી હતી. આ સાથે યુવા ખેલાડીએ એક ખાસ લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. 

તિલક વર્માએ પાંચ ઈનિંગમાં સૂર્યકુમાર યાદવને પાછળ છોડ્યો, આ ખાસ લિસ્ટમાં થયો સામેલ

નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝ દરમિયાન ઘણા ખેલાડીઓએ ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું હતું. તે ખેલાડીઓમાં તિલક વર્માનું નામ પણ સામેલ હતું. તિલક વર્માએ પોતાની ડેબ્યૂ સિરીઝમાં જ બધાને પ્રભાવિત કર્યા હતા. તિલક વર્માએ આ દરમિયાન ઘણી શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેની બેટિંગ જોઈને કોઈને એવું નહોતું લાગતું કે તે માત્ર 20 વર્ષનો છે. તેણે ટીમ ઈન્ડિયા માટે ઘણા મહત્વપૂર્ણ અવસરો પર રન બનાવ્યા. હવે તિલક વર્મા પણ એક ખાસ યાદીમાં સામેલ થઈ ગયો છે.

આ લિસ્ટમાં સામેલ થયો તિલક વર્મા
તિલક વર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20માં ડેબ્યૂ કર્યું હતું. હાર્દિક પંડ્યાએ તેને આ શ્રેણીની તમામ મેચોમાં બેટિંગ કરવાની તક આપી હતી. તેણે દરેક મેચમાં બેટિંગ કરી હતી. આ દરમિયાન તેણે પોતાનું નામ સ્પેશિયલ લિસ્ટમાં સામેલ કર્યું, જ્યારે તે આ લિસ્ટમાં સૂર્યકુમાર યાદવથી પણ આગળ નીકળી ગયો. વાસ્તવમાં તિલક વર્માએ આ શ્રેણી દરમિયાન રમાયેલી 5 મેચમાં 173 રન બનાવ્યા હતા. જે T20 ઈન્ટરનેશનલમાં પ્રથમ પાંચ ઈનિંગમાં કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા બનાવેલા બીજા સૌથી વધુ રન છે.

ટી20 આંતરરાષ્ટ્રીયમાં પ્રથમ પાંચ ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટરમાં પ્રથમ સ્થાને કેએલ રાહુલનું નામ છે. કેએલ રાહુલે પોતાના ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ પાંચ ઈનિંગમાં 179 રન બનાવ્યા હતા. તો તિલકે 173 રન બનાવ્યા છે. તિલક વર્મા રાહુલનો રેકોર્ડ તોડવાથી ચૂકી ગયો છે. આ લિસ્ટમાં દીપક હુડ્ડાનું નામ પણ સામેલ છે. તેણે પોતાની પ્રથમ પાંચ ટી20 આંતરરાષ્ટ્રીય ઈનિંગમાં 172 રન બનાવ્યા હતા. આ લિસ્ટમાં ચોથા સ્થાન પર 150 રનની સાથે સૂર્યકુમાર યાદવનું નામ સામેલ છે.

ભારત માટે ટી20માં પ્રથમ પાંચ ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર બેટર
179 રન - કેએલ રાહુલ
173 રન - તિલક વર્મા
172 રન - દીપક હુડ્ડા
150 રન - સૂર્યકુમાર યાદવ
147 રન - વિરેન્દ્ર સેહવાગ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news