8 મહિનાનો પ્રતિબંધઃ પૃથ્વી શોનો ભાવુક મેસેજ, સ્વીકારી ભૂલ, કહ્યું- મજબૂતી સાથે વાપસી કરીશ

પૃથ્વી શોએ કહ્યું કે, મેં અજાણતા પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હતું. મેં આ સિરપ ત્યારે લીધું હતું જ્યારે મને ફેબ્રુઆરીમાં ઈન્દોરમાં સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટ રમતા સમયે ગંભીર શરદી અને ઉઘરસ થયા હતા.
 

8 મહિનાનો પ્રતિબંધઃ પૃથ્વી શોનો ભાવુક મેસેજ, સ્વીકારી ભૂલ, કહ્યું- મજબૂતી સાથે વાપસી કરીશ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન પૃથ્વી શોને બીસીસીઆઈએ 8 મહિના માટે સસ્પેન્ડ કરી દીધો છે. બીસીસીઆઈએ ડોપિંગ વિરોધી નિયમના ઉલ્લંઘનને કારણે તેના પર પ્રતિબંધ લગાવ્યો છે. પ્રતિબંધ બાદ પૃથ્વી શોએ કહ્યું કે, આ પ્રતિબંધે તેને હચમચાવી દીધો છે. તેણે કહ્યું કે, તે આ ઝટકાથી વધુ મજબૂત થઈને વાપસી કરશે. 

ટીમ ઈન્ડિયા માટે 2 ટેસ્ટ મેચ રમી ચુકેલા આ યુવા બેટ્સમેને ટ્વીટ કરીને કહ્યું કે, મને આશા છે કે આ અમારા રમત સમાજમાં બીજાને પ્રેરિત કરશે કે અમે ખેલાડીઓના રૂપમાં ચિકિત્સા સંબંધી બીમારીઓ માટે કોઈપણ દવા લેવામાં ખુબ સાવધાની રાખીએ, ભલે દવા કાઉન્ટર પર ઉપલબ્ધ હોય. આપણે હંમેશા પ્રોટોકોલનું પાલન કરીએ. 

— Prithvi Shaw (@PrithviShaw) July 30, 2019

તેણે કહ્યું કે, ક્રિકેટ મારી જિંદગી છે અને મારા માટે ભારત અને મુંબઈ માટે રમવાથી મોટી કોઈ ગર્વની વાત નથી અને હું આનાથી પણ ઝડપી અને મજબૂત બનીશ. શોએ 22 ફેબ્રુઆરી, 2019ના સૈયાદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન પોતાના યૂરીનનું સેમ્પલ આપ્યું હતું. તેના સેમ્પલની તપાસ થઈ જેમાં પ્રતિબંધિત પદાર્થ ટર્બૂટાલાઇનના અંશ મળ્યા હતા. આ પદાર્થ વાડાના પ્રતિબંધિત પદાર્થની યાદીમાં સામેલ છે. 

પૃથ્વી શોએ કહ્યું કે, મેં અજાણતા પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હતું. મેં આ સિરપ ત્યારે લીધું હતું જ્યારે મને ફેબ્રુઆરીમાં ઈન્દોરમાં સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટ રમતા સમયે ગંભીર શરદી અને ઉઘરસ થયા હતા. હું પગની ઈજામાંથી સાજો થઈ રહ્યો હતો, જે મને ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસ દરમિયાન લાગી હતી અને હું તે ટૂર્નામેન્ટમાં સક્રિય ક્રિકેટમાં પરત ફરી રહ્યો હતો. રમવાની ઉત્સુકતાને લઈને મેં કફ સિરપને લેવામાં પ્રોટોકોલનું પાલન કર્યું નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news