મેસીના આંસુ કરોડોમાં વેચાઈ રહ્યા છે, જે ટિશ્યૂ પેપરથી આંખો લૂછી હતી તેની હરાજી કરવામાં આવી


હકીકતમાં એક અજાણી વ્યક્તિએ દાવો કર્યો કે તેણે મેસી દ્વારા ઉપયોગ કરાયેલા ટિશ્યૂને ભેગા કર્યા છે અને આ ટિશ્યૂ મોંઘા ભાવે વેચવા માટે એક ઓનલાઇન જાહેરાત પણ આપી છે. 

મેસીના આંસુ કરોડોમાં વેચાઈ રહ્યા છે, જે ટિશ્યૂ પેપરથી  આંખો લૂછી હતી તેની હરાજી કરવામાં આવી

નવી દિલ્હીઃ લિયોનેલ મેસીની ગણના વિશ્વના સૌથી ધનવાન ખેલાડીઓમાં થાય છે. હવે તેના આંસુનું એક-એક ટીપું પણ કિંમતી થઈ ગયું છે, ત્યારે તે ટિશ્યૂ પેપરની કિંમત કરોડોમાં પહોંચી ગઈ જેનો ઉપયોગ મેસીએ કર્યો હતો. ટિશ્યૂ વેચનાર વ્યક્તિએ દાવો કર્યો કે મેસીના જિનેટિક પણ આ ટિશ્યૂમાં સામેલ છે, જેનાથી લોકોને ફુટબોલ ખેલાડીનો ક્લોન બનાવવામાં મદદ મળશે. 

શું છે આ મામલો
મેસીએ જ્યારથી સમજતો થયો ત્યારથી તે સ્પેનિશ ક્લબ બાર્સિલોનાનો ભાગ હતો. 34 વર્ષના આ આર્જેન્ટીનાના ફુટબોલરે જીવનના 21 વર્ષ બાર્સિલોના સાથે પસાર કર્યા બાદ થોડા દિવસ પહેલા ક્લબને અલવિદા કહ્યું હતું. આ ક્ષણ તેના માટે ભાવુક હતી. મીડિયા સાથે વાત કરતા તે રડવા લાગ્યો. તેની આંખમાંથી આંસુ આવી ગયા. આ દરમિયાન તેની પાર્ટનર એન્ટોનેલા પણ હાજર હતી. નમ આંખોને સાફ કરવા માટે તેણે મેસીને ટિશ્યૂ પેપર આપ્યું હતુ, જે હવે આશરે 7.43 કરોડ રૂપિયામાં વેચાય રહ્યું છે. 

ઓનલાઇન મળી રહ્યું છે ટિશ્યૂ
હકીકતમાં એક અજાણી વ્યક્તિએ દાવો કર્યો કે તેણે મેસી દ્વારા ઉપયોગ કરાયેલા ટિશ્યૂને ભેગા કર્યા છે અને આ ટિશ્યૂ મોંઘા ભાવે વેચવા માટે એક ઓનલાઇન જાહેરાત પણ આપી છે. આર્જેન્ટીના મીડિયા આઉટલેટ મિશનેસ ઓનલાઇનના રિપોર્ટ અનુસાર એક લોકપ્રિય વેબસાઇટ 'મરકાડો લિબ્રે' આ મામલા સાથે જોડાયેલી છે. એક ઓનલાઇન પ્રોડક્ટ કંપનીએ મેસીના તે ટિશ્યૂને પ્લાસ્ટિકના પેકેટમાં બંધ કરી દીધું હતું. સાથે મેસીની ભાવુક તસવીર પણ લગાવી છે. 

En internet se vende en un millón de dólares el pañuelo que uso Messi en su despedida. 💰 pic.twitter.com/c0gfTohsnl

— ZEL (@Mariazelzel) August 18, 2021

પેરિસમાં ઘર શોધી રહ્યો છે મેસી
લિયોનલ મેસીએ પેરિસ સેન્ટ જર્મેન (PSG) ફુટબોલ ક્લબ સાથે લગભગ 35 મિલિયન યૂરો (આશરે ત્રણ અબજ રૂપિયા)નો કરાર કર્યો છે, જે નેમાર (37 મિલિયન યૂરો એટલે કે લગભગ ત્રણ અબજ 22 કરોડ રૂપિયા) થી ઓછો છે. રિપોર્ટ પ્રમાણે મેસી, તેની પત્ની અને ત્રણ બાળકો પેરિસના જિસ લે રોયલ મોનસેઉ હોટલમાં રોકાયા છે, ત્યાં એક રાતનું ભાડુ 20 હજાર યૂરો એટલે કે 17.5 લાખ રૂપિયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news