દિલીપ ટ્રોફી 2018 માટે ટીમોની જાહેરાત, શ્રેયસ અય્યરને ઈન્ડિયા-એ ટીમની કમાન

દિલીપ ટ્રોફી 2018 માટે ઈન્ડિયા રેડ, ઈન્ડિયા ગ્રીન અને ઈન્ડિયા બ્લૂ ટીમોની જાહેરાત કરવામાં આવી છે. 
 

 દિલીપ ટ્રોફી 2018 માટે ટીમોની જાહેરાત, શ્રેયસ અય્યરને ઈન્ડિયા-એ ટીમની કમાન

મુંબઈઃ ડોમેસ્ટિક સીઝનની પ્રથમ ટૂર્નામેન્ટ દિલીપ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ઈન્ડિયા બ્લૂ, ઈન્ડિયા રેડ અને ઈન્ડિયા ગ્રીન ટીમોનું એલાન કરી દીધું છે. દિલીપ ટ્રોફીની શરૂઆત 17 ઓગસ્ટથી થઈ રહી છે. ગત સીઝનમાં વિદર્ભને પ્રથમવાર રણજી ટ્રોફીનું ટાઇટલ અપાવનાર કેપ્ટન ફૈજ ફઝલને ઈન્ડિયા-બ્લૂની જવાબદારી આપવામાં આવી છે. ત્રણેય ટીમોમાં ઘણા યુવાન ખેલાડીઓને તક આપવામાં આવી છે. 

શ્રીલંકાના પ્રવાસ પર ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી કરનાર ઓપનિંગ બેટ્સમેન અભિનવ મુકુંદને ઈન્ડિયા રેડની કમાન સોંપાઇ છે. જ્યારે અનુભવી બેટ્સમેન અને વિકેટકીપર પાર્થિવ પટેલ ઈન્ડિયા ગ્રીનનું સુકાન સંભાળશે. 

ગત સીઝનમાં બેટિંગથી ધમાલ મચાવનાર પૃથ્વી શો અને રિષભ પંત જેવા ઘણા મહત્વના ખેલાડીઓ ઈન્ડિયા-એ ટીમની સાથે રહેવાને કારણે આ ટૂર્નામેન્ટમાં નહીં રમે. વિદર્ભની ટીમને વિજેતા બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર બોલર રજનીશ ગુરબાની ઈન્ડિયા રેડ અને અક્ષય વાઘરે ઈન્ડિયા-બ્લૂમાં રમશે. ભારતીય ટીમનો હિસ્સો રહેલ બાસિલ થંપી અને જયદેવ ઉનડકટ પણ ફૈજની આગેવાનીમાં રમતા જોવા મળશે. 

રણજી ટ્રોફીમાં પોતાની લેગ સ્પિનથી પ્રભાવિત કરનાત પૂર્વ ભારતીય બોલર નરેન્દ્ર હિરવાણીના પુત્ર મિહીર હિરવાણી ઈન્ડિયા-રેડ તરફથી દિલીપ ટ્રોફીમાં ડેબ્યૂ કરશે. તેની સાથે પરવેઝ રસૂલ પણ હશે. અશોક ડિંડાને ઈન્ડિયા ગ્રીનમાં સ્થાન મળ્યું છે. આ સાથે પસંદગીકારોએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી બે ચાર દિવસીય શ્રેણી માટે ઈન્ડિયા-એ ટીમનું એલાન કરી દીધું છે. 

ટીમ
ઈન્ડિયા બ્લૂઃ ફૈજ ફઝલ (કેપ્ટન), અભિષેક રમન, અનમોલુપ્રીત સિંહ, ગણેશ સતીશ, એન. ગાંગતા, ધ્રુવ શૌરે, કેએસ ભારત, અક્ષય વાઘરે, સૌરવ કુમાર, સ્વપ્નિલ સિંહ, બાસિલ થંપી, બી. અયપ્પા, જયદેવ ઉનડકટ, ધવલ કુલકર્ણી. 

ઈન્ડિયા રેડઃ અભિનવ મુકુંદ (કેપ્ટન), આર.આર. સંજય, આશુતોષ સિંહ, બાબા અપરાજિત, ઋૃતિકિ ચેટર્જી, બી.સંદીપ, અભિષેક ગુપ્તા, શાહબાજ નદીમ, મિહીર હિરવાણી, પરવેજ રસૂલ, રજનીશ ગુરબાની, અભિનવ મિથુન, ઈશાન પોરેલ, પૃથ્વી રાજ. 

ઈન્ડિયા ગ્રીનઃ પાર્થિવ પટેલ (કેપ્ટન/વિકેટકીપર), પ્રશાંત ચોપડા, પ્રિયાંક પંચાલ, સુદીપ ચેટર્જી, ગુરકીરત માન, બાબા અપરાજિત, વીપી સોલંકી, જલક સક્સેના, કર્ણ શર્મા, વિકાસ મિશ્રા, અંકિત રાજપૂત, અશોક ડિંડા, અતિત શેઠ.

ઈન્ડિયા-એ ટીમઃ શ્રેયસ અય્યર (કેપ્ટન), પૃથ્વી શો, રવિકુમાર સમર્થ, મયંક અગ્રવાલ, અભિમન્યૂ ઈશ્વરન, હનુમા વિહારી, અંકિત બવાને, કે.એસ.ભારત (વિકી), અક્ષર પટેલ (પ્રથમ મેચ માટે), શાહબાજ નદીમ (બીજા મેચ માટે), યુજવેન્દ્ર ચહલ, જયંત યાદવ, રજનીશ ગુરબાની, નવદીપ સૈની, અંકિત રાજપૂત, મોહમ્મદ સિરાજ.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news