રોહિત શર્માના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, પ્રથમવાર ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં મળી આવી હાર

IND vs ENG: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના નામે એક ખરાબ રેકોર્ડ નોંધાય ગયો છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં 100 રનની લીડ મેળવ્યા બાદ પ્રથમવાર હારનો સામનો કરવો પડ્યો છે. 

રોહિત શર્માના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, પ્રથમવાર ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં મળી આવી હાર

હૈદરાબાદઃ ભારતીય ટીમ માટે રવિવાર 28 જાન્યુઆરીનો દિવસ ખરાબ રહ્યો છે. રોહિત શર્માની આગેવાનીવાળી ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર ભલે 28 રનની હતી, પરંતુ શરમજનક હતી, કારણ કે ટીમ ઈન્ડિયાને ક્યારેય તે ટેસ્ટ મેચમાં હાર નહોતી મળી, જેમાં ટીમે પ્રથમ ઈનિંગના આધાર પર 100થી વધુ રનની લીડ હાસિલ કરી હોય. આવું ભારતીય ટીમ સાથે પ્રથમવાર થયું છે. 

ઈંગ્લેન્ડે આ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 246 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમે 436 રન બનાવ્યા હતા. ભારતને પ્રથમ ઈનિંગમાં 190 રનની લીડ મળી હતી, પરંતુ ત્યારબાદ ઈંગ્લેન્ડે 420 રન બનાવી ભારતને 231 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ 202 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને 28 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ઘર પર રમાયેલી ટેસ્ટ મેચોમાં 70 વખત 100થી વધુ રનની લીડ હાસિલ કરી હતી, પરંતુ એક મેચ પણ ગુમાવી નહોતી. 

ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 100થી વધુ રનની લીડ 70 વખત હાસિલ કરી, જેમાં 35 વખત ટીમ ઈન્ડિયાને જીત મળી, જ્યારે પ્રથમવાર ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં ભારતીય ટીમ સતત ત્રણ મેચોમાં પ્રથમવાર 12 વર્ષ બાદ એકપણ જીત હાસિલ કરી શકી નથી. આ પહેલા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બે ટેસ્ટ મેચ રમી હતી, જેમાં એક મેચ ગુમાવી હતી અને એક ટેસ્ટ ડ્રો રહી હતી. 

એટલું જ નહીં એક કેપ્ટન તરીકે રોહિત શર્માએ ટેસ્ટ મેચોમાં ખરાબ રેકોર્ડ બનાવ્યો છે. તે અત્યાર સુધી સાત વખત ટીમની આગેવાની કરવા ઉતર્યો છે અને ટીમે બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે વિરાટ કોહલીએ પોતાના કરિયરમાં 31 ટેસ્ટ મેચમાં ભારતની ધરતી પર કમાન સંભાળી અને માત્ર બે મેચ ગુમાવી હતી. તો રોહિત શર્મા નાના કરિયરમાં બે મેચ હારી ગયો છે. આ પણ એક શરમજનક રેકોર્ડ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news