IND vs SL: સિરીઝ જીત્યા બાદ રોહિતે કહી દિલની વાત, કહ્યું- આ ખેલાડી મારી ટીમનો અસલી હીરો!

IND vs SL: રોહિતની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા શાનદાર પ્રદર્શન કરી રહી છે. શ્રીલંકા વિરુદ્ધ સિરીઝ જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ કેટલાક ખેલાડીઓની ખુબ પ્રશંસા કરી છે. 

IND vs SL: સિરીઝ જીત્યા બાદ રોહિતે કહી દિલની વાત, કહ્યું- આ ખેલાડી મારી ટીમનો અસલી હીરો!

નવી દિલ્હીઃ રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા શાનદાર પ્રદર્શન કરી રહી છે. પહેલાં ન્યૂઝીલેન્ડ, પછી વેસ્ટ ઈન્ડિઝ અને હવે શ્રીલંકાને રોહિતની સેના માત આપી ચુકી છે. શ્રીલંકા વિરુદ્ધ બીજી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે વિજય મેળવ્યો હતો. આ મેચનો હીરો શ્રેયસ અય્યર અને રવીન્દ્ર જાડેજા રહ્યા. કેપ્ટન રોહિત શર્મા આ ખેલાડીઓને ફેન બની ગયો છે. રોહિતે મેચ બાદ તેની ખુબ પ્રશંસા કરી છે. 

આ ખેલાડીઓને રોહિતે કહ્યા બેસ્ટ
કેપ્ટન રોહિત શર્માએ ટીમમાં વાપસી કરી રહેલા સંજૂ સેમસનની ખુબ પ્રશંસા કરી. સેમસને આ મેચમાં આક્રમક 39 રન ફટકાર્યા હતા. રોહિતે મેચ બાદ કહ્યુ- અમારી પાસે આ બેટિંગ યુનિટમાં ઘણી પ્રતિભા છે. અમે તેને તક આપતા રહીશું, આ તેના પર નિર્ભર કરે છે કે તે કેટલો લાભ ઉઠાવે છે. મને લાગ્યું કે, સંજૂએ દેખાડ્યુ કે તે કેટલું સારૂ રમી શકે છે. તેમાંથી ઘણા લોકો પ્રભાવશાળી છે. તેને બસ ત્યાં જવા અને ખુદને અભિવ્યક્ત કરવાની તક જોઈએ. અમારે તે ખેલાડીઓ પર ધ્યાન આપવું પડશે જે કેટલાક સમયથી ટીમની અંદર અને આસપાસ રહ્યા છે. અમે સમજીએ છીએ કે તે લોકોની પાસે પ્રતિભા છે. તો માત્ર તક આપવા અને અમારા તરફથી સમર્થન આપવાની વાત છે. શ્રેયસે ખુબ મહત્વપૂર્ણ ઈનિંગ રમી, તેનાથી વધુ કંઈ ન માંગી શકું. જાડેજાએ પણ બેટથી દમદાર પ્રદર્શન કર્યુ છે. 

ત્રીજી મેચમાં થશે ફેરફારઃ રોહિત
રોહિતે કહ્યુ- અમે કાલે બેસીશું, જોઈશું શું કરી શકીએ છીએ (ટીમમાં ફેરફાર પર), અમે અત્યાર સુધી 27 ખેલાડીઓનો ઉપયોગ કર્યો છે અને હજુ થઈ શકે છે. જ્યારે તમે સિરીઝ જીતો છો તો એવા પણ ખેલાડી હોય છે જેને તક નળી મળતી. કેટલાક લોકો ટેસ્ટ રમશે, અમારે બધાનું ધ્યાન રાખવું પડશે. આ તે સમયનો સંકેત છે, જેમાં અમે છીએ શારીરિક રૂપથી ધ્યાન રાખવું ઠીક છે પરંતુ આ માનસિક વાત પણ મહત્વપૂર્ણ છે. દિવસના અંતમાં અમારે જીતતા રહેવા અને ટીમમાં સકારાત્મક ઉર્જા બનાવી રાખવાની જરૂર છે. 

બોલરોને કર્યા માફ
બીજી મેચમાં બોલરોનું પ્રદર્શન ખાસ રહ્યુ નહીં, પરંતુ કેપ્ટન રોહિતે તેના વિશે કહ્યુ- બોલરો પર વધુ કડક થવા નથી માંગતો, આ વસ્તુ થાય છે, અમે શરૂઆતમાં સારી બોલિંગ કરી. પરંતુ અંતિમ પાંચ ઓવરોમાં 80 રન આપી દીધા. પરંતુ અમે સારૂ પ્રદર્શન કર્યુ. પ્રથમ 15 ઓવર પિચ શાનદાર હતી. બોલ સારી રીતે આવી રહ્યો હતો. મેચમાં આ વસ્તુ થતી રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news