કર્ણાટકના હિજાબ વિવાદને ઉપરાષ્ટ્રપતિ નાયડૂએ ગણાવ્યો બિનજરૂરી, કહ્યું- યાદ રાખો આપણે પહેલા ભારતીય છીએ
કર્ણાટકમાં ચાલી રહેલાં હિજાબ વિવાદ પર હવે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ વિવાદને બિનજરૂરી ગણાવ્યો છે.
Trending Photos
બેંગલુરૂઃ કર્ણાટકમાં હિજાબ વિવાદ વચ્ચે, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ શનિવારે કહ્યું કે બિનજરૂરી વિવાદોને પ્રોત્સાહન ન આપવું જોઈએ અને વિદ્યાર્થીઓને શાળાના ગણવેશ દ્વારા માર્ગદર્શન આપવું જોઈએ. નાયડૂએ બેંગલુરૂમાં એક ખાનગી સ્કૂલમાં 'ઈન્ડોર સ્પોર્ટ્સ એરીના' અને 'લેટરલી'નું ઉદ્ઘાટન કર્યા બાદ કહ્યુ, કર્ણાટકમાં ચાલી રહેલાં વિવાદની જેમ બિનજરૂરી વિવાદોને પ્રોત્સાહન ન આપવું જોઈએ. એક સ્કૂલમાં તમે બધા શાળાના યુનિફોર્મ દ્વારા ઓળખાવ છો, ભલે ગમે તો યુનિફોર્મ હોય.
વિવિધ ભારતીય સંસ્કૃતિની સુંદરતાને અનુભવ કરવાની જરૂરીયાતનો ઉલ્લેખ કરતા, ઉપરાષ્ટ્રપતિએ કહ્યુ, વિવિધતામાં એકતા, ભારતની વિશેષતા છે. અલગ ભાગ, અલગ વેષ- છતાં પણ આપણો એક દેશ. તેમણે તે પણ કહ્યું કે, લોકોએ તે યાદ રાખવુ જોઈએ કે તે પહેલાં ભારતીય છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યુ, 'ભલે ગમે તે જાતિ, પંથ, લિંગ, ધર્મ અને ક્ષેત્ર હોય, તેમ છતાં આપણે એક છીએ. આપણે પહેલાં ભારતીય છીએ. તે બધાએ યાદ રાખવું જોઈએ. કોઈ ભેદભાવ ન થવો જોઈએ.'
Our educational institutions must give equal importance to studies, sports, co-curricular and recreational activities.
Such an approach will lead to all-round growth of students and make them more confident individuals. #Education pic.twitter.com/rdJCfDVAqO
— Vice President of India (@VPSecretariat) February 26, 2022
નાયડૂએ તે પણ કહ્યું કે, લોકોએ તે ભાષાઓ પર ગર્વ અનુભવવો જોઈએ જે તે બોલે છે અને તેને પ્રોત્સાહન આપવું જોઈએ. તેમણે શાળાઓમાં એક્સ્ટ્રા કરિકુલર એક્ટિવિટી પર ભાર આપતા કહ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આ પાસા પર ભાર આપે છે. તેમણે તમામ રાજ્ય સરકારો અને શૈક્ષણિક સંસ્થાઓમાં રમત, એક્સ્ટ્રા કરિકુલર એક્ટિવિટીને પ્રાથમિકતા આપવા અને બાળકોમાં આધ્યાત્મિક વિચાર વિકસિત કરવાનો પણ આગ્રહ કર્યો હતો. ઉપરાષ્ટ્રપતિએ હાજર લોકોને કહ્યું- આધ્યાત્મિકતાનો અર્થ ધર્મ નથી. ધર્મ તમારી વ્યક્તિગત પસંદ છે પરંતુ આપણી સંસ્કૃતિ, આપણો વારસો, આપણો ધર્મ (કર્તવ્ય) નું પણ આપણે બધાએ જીવનમાં પાલન કરવું જોઈએ.
નાયડૂ અનુસાર મૂલ્યોનું ધોવાણ દુનિયામાં માનવતા માટે તબાવી લાવી રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યુ કે, મૂલ્યોનું પાલન કરવું જોઈએ, આપણા વારસાને સાચવવો જોઈએ, પોતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું જોઈએ અને એક ભારતીય હોવા પર ગર્વ અનુભવવો જોઈએ. તેમણે કહ્યું કે, ગર્વ કરો કે તમે ભારતીય છો.
તેમણે કહ્યું કે, એક સમયમાં ભારત વિશ્વ ગુરૂના રૂપમાં ઓળખાતું હતું. નાયડુએ કહ્યું કે લાંબા સંસ્થાનવાદી શાસને આપણને આપણો ભવ્ય ભૂતકાળ ભૂલાવી દીધો. તેમણે કહ્યું, ભારત આજે આગળ વધી રહ્યું છે અને તેના મૂળમાં પાછા જવાનો સમય આવી ગયો છે. નાયડૂએ સભાને કહ્યું કે શિસ્ત, ગતિશીલતા, શિક્ષણ, સમર્પણ, નિષ્ઠા ભારતમાં સમયની જરૂરિયાત છે. તેમણે કહ્યું, “શિક્ષણ એ એક મિશન છે, કમિશન નથી. આમાં કોઈ ભૂલ ન હોવી જોઈએ. રાષ્ટ્ર માટે જુસ્સાથી કામ કરવું જોઈએ. આ જરૂરી છે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે