ભારત નહીં UAE માં રમાશે T20 વિશ્વકપ, બીસીસીઆઈએ કરી સત્તાવાર જાહેરાત

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સોમવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈ પર આ વાતની પુષ્ટિ કરી છે. ગાંગુલીએ કહ્યુ કે, ટી20 વિશ્વકપનું આયોજન યૂએઈમાં થશે. 

ભારત નહીં UAE માં રમાશે T20 વિશ્વકપ, બીસીસીઆઈએ કરી સત્તાવાર જાહેરાત

મુંબઈઃ ટી20 વિશ્વકપના આયોજનને લઈને ચાલી રહેલી આશંકાઓ પર પૂર્ણવિરામ લાગી ગયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નિર્ણય કર્યો છે કે તેનું આયોજન યૂએઈમાં થશે. સોમવારે બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જાણકારી આપી છે. બીસીસીઆઈ માટે આઈસીસીને પોતાના નિર્ણયની જાણકારી આપવા માટે આજે છેલ્લી તારીખ હતી. 

શુક્લાએ કહ્યુ કે, તારખો યથાવત રહેશે. આઈપીએલ બાદ ક્વોલિફાયર શરૂ થઈ જશે. ક્વોલિફાયર મુકાબલા ઓમાનમાં રમાશે. બાકી મેચ યૂએઈના દુબઈ, અબુધાબી અને શારજાહમાં રમાશે. 

તેમણે કહ્યું- જ્યાં સુધી ટી20 વિશ્વકપનો સવાલ છે, આજે આઈસીસીને નિર્ણયની જાણકારી આપવાનો છેલ્લો દિવસ હતો. તો અમે બીસીસીઆઈના બધા અધિકારીઓ સાથે એક કોન્ફરન્સ કોલ કર્યો. અમે વાત કરી અને કોવિડની સ્થિતિ પર ચર્ચા કરી. 

શુક્લાએ આગળ કહ્યુ કે, બે-ત્રણ મહિના બાદ શું થવાનું છે કોઈને ખ્યાલ નથી. બધી વાતોને ધ્યાનમાં રાખતા નિર્ણય લેવામાં આવ્યો છે કે બીસીસીઆઈ આઈસીસીને જણાવશે કે વિશ્વકપ યૂએઈમાં શિફ્ટ કરી દેવામાં આવે કારણ કે ભારત બાદ તે યોગ્ય સ્થળ છે. અમે તેનું આયોજન ભારતમાં કરાવવા ઈચ્છતા હતા અને અમારી પ્રથમ પ્રાથમિકતા ભારત હતું. 

— Press Trust of India (@PTI_News) June 28, 2021

ગાંગુલી અને જય શાહે કરી પુષ્ટિ
બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સોમવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈ પર આ વાતની પુષ્ટિ કરી છે. ગાંગુલીએ કહ્યુ કે, ટી20 વિશ્વકપનું આયોજન યૂએઈમાં થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news