ઈંગ્લેન્ડમાં રાત્રે શ્રીલંકાના ક્રિકેટરોની શરમજનક હરકત, Viral Video પર શરૂ થઈ બબાલ

શ્રીલંકાના બે ક્રિકેટરો ઈંગ્લેન્ડના પ્રવાસ પર બાબો-બબલના નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા છે. વીડિયો વાયરલ થતાં શ્રીલંકા ક્રિકેટે તપાસના આદેશ આપ્યા છે.
 

ઈંગ્લેન્ડમાં રાત્રે શ્રીલંકાના ક્રિકેટરોની શરમજનક હરકત,  Viral Video પર શરૂ થઈ બબાલ

નવી દિલ્હીઃ શ્રીલંકા  (Sri Lanka) ના બે ક્રિકેટરો (Cricketers) નિરોશન ડિકવેલા (Niroshan Dickwella) અને કુશલ મેન્ડિસે (Kusal Mendis) બાયો બબલના ધજાગરા ઉડાવ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ બન્ને ક્રિકેટરોની કરતૂત જોવા મળી રહી છે. વીડિયોમાં કુશલ મેન્ડિસના હાથમાં નશાકારક પદાર્થ જોવા મળી રહ્યો છે. જેને તે નિરોશન ડિકવેલાની સાથે છુપાઇને લેવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો નથી. 

શ્રીલંકાના ક્રિકેટરોની શરમજનક હરકત
આ વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ફેન્સમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. એક યૂઝરે શું બન્ને ખેલાડી પોતાને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અન્ય યૂઝરે કહ્યું કે, આ ગાંજો હોઈ શકે છે. તો અન્ય લોકો પણ આલોચના કરી રહ્યાં છે. 

— Nibraz Ramzan (@nibraz88cricket) June 28, 2021

વાયરલ વીડિયોથી શરૂ થયો વિવાદ
શ્રીલંકા ક્રિકેટે નિરોશન ડિકવેલા અને કુશલ મેન્ડિસની વિરુદ્ધ બાયો-બબલ પ્રોટોકોલના કથિત ભંગ બદલ તપાસ શરૂ કરી છે. આ બન્નેનો રાત્રે બહાર જવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ આ ઘટનાની તપાસ કરશે કે શું બન્નેએ રાત્રે બહાર નિકળી બાયો-બબલનું ઉલ્લંઘન કર્યું છે?

શ્રીલંકાએ 0-3થી ગુમાવી ટી20 સિરીઝ
શ્રીલંકાએ શનિવારે સમાપ્ત થયેલી ત્રણ મેચોની સિરીઝ 0-3થી ગુમાવી છે. હવે શ્રીલંકાની ટીમ યજમાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સિરીઝ રમવાની છે. જેનો પ્રથમ મુકાબલો 29 જૂને ચેસ્ટર લી સ્ટ્રીટમાં રમાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news