ટી20 વિશ્વકપ માટે અમેરિકાની ટીમ જાહેર, મૂળ ગુજરાતી ખેલાડીને બનાવ્યો કેપ્ટન, જાણો કોણ છે મોનાંક પટેલ

T20 World Cup 2024 USA Squad: ટી20 વિશ્વકપ 2024માં ભારત અને પાકિસ્તાનના ખેલાડી એક ટીમથી રમતા જોવા મળશે. આ કારનામું યુએસએની ટીમમાં જોવા મળશે. અમેરિકાએ વિશ્વકપ માટે જાહેર કરેલી ટીમમાં ભારત અને પાકિસ્તાન મૂળના ઘણા ખેલાડીઓને તક આપી છે.

ટી20 વિશ્વકપ માટે અમેરિકાની ટીમ જાહેર, મૂળ ગુજરાતી ખેલાડીને બનાવ્યો કેપ્ટન, જાણો કોણ છે મોનાંક પટેલ

T20 World Cup 2024 USA Squad: ટી20 વિશ્વકપ 2024 માટે મોટા ભાગના દેશોએ પોતાની ટીમ જાહેર કરી છે. આ સિલસિલામાં અમેરિકાએ પણ પોતાની ટીમની જાહેરાત કરી છે. અમેરિકાએ મોનાંક પટેલને કેપ્ટન બનાવ્યો છે. તો ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર કોરી એન્ડરસનને પણ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. રસપ્રદ વાત છે કે ટી20 વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડી એક જ ટીમમાં રમતા જોવા મળશે. 

ગુજરાતી યુવક બન્યો કેપ્ટન
હકીકતમાં યુએસએએ મોનાંક પટેલ સહિત ઘણા ભારતીય મૂળના ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યો છે. મોનાંક પટેલના ગુજરાતના આણંદ જિલ્લાનો છે. મોનાંકનો જન્મ 1 મે 1993ના આણંદમાં થયો હતો. મોનાંક પટેલને 2010માં ગ્રીન કાર્ડ મળ્યું હતું અને તે 2016માં કાયમી ધોરણે અમેરિકા રહેવા જતો રહ્યો હતો. મોનાંક પટેલની સાથે મિલિંદ કુમારને ટીમમાં જગ્યા મળી છે. મિલિંદ મૂળ રૂપથી દિલ્હીનો છે. અમેરિકાએ અલી ખાનને પણ પોતાની ટીમમાં સામેલ કર્યો છે. અલી મૂળ રૂપથી પાકિસ્તાની છે. 

યુએસએએ કોરી એન્ડરસનને પણ ટીમમાં સામેલ કર્યો છે. તે ન્યૂઝીલેન્ડ તરફથી રમી ચૂક્યો છે. એન્ડરસને અત્યાર સુધી 33 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન 568 રન બનાવ્યા છે. તે આ ફોર્મેટમાં 14 વિકેટ પણ ઝડપી ચૂક્યો છે. કોરીએ 49 વનડે મેચમાં 1109 રન બનાવ્યા છે. આ દરમિયાન 60 વિકેટ લીધી છે. 

જો ટી20 વિશ્વકપ 2024માં યુએસએની પ્રથમ મેચની વાત કરીએ તો તેનો સામનો કેનેડા સામે થશે. આ મુકાબલો 1 જૂને રમાશે. ત્યારબાદ તેનો સામનો પાકિસ્તાન સામે થશે. યુએસએ અને પાક વચ્ચે 6 જૂને મેચ રમાશે. તો ભારત અને યુએસએ વચ્ચે 12 જૂને મુકાબલો થવાનો છે. 

ટી20 વિશ્વકપ માટે યુએસએ ટીમઃ મોનાંક પટેલ (કેપ્ટન/વિકેટકીપર), એરોન જોન્સ (વાઇસ કેપ્ટન), એન્ડ્રીઝ ગોસ, સ્ટીવન ટેલર, કોરી એન્ડરસન, નિતીશ કુમાર, શાયન જહાંગીર, મિલિંદ કુમાર, અલી ખાન, સૌરભ નેત્રાવલકર, જેસી સિંહ, શેડલી વાન શલ્કવિક, હરમીત સિંહ, નોસ્થુશ કેનજિગે, નિસર્ગ પટેલ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news