કોહલી, બુમરાહ કે પંડ્યા નહીં આ 4 ખેલાડીઓને વિધાનસભામાં અપાશે વિશેષ સન્માન

T20 World Cup 2024: વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોઝમાં તિરંગો લહેરાવીને ટીમ ઈન્ડિયાએ કમાલ કરી દીધો છે. ભારત આવેલી વિશ્વ વિજેતા ટીમે દિલ્હીમાં પ્રધાનમંત્રીને મળી, મુંબઈમાં રોડ શો કર્યો. હવે વિધાનસભાના સન્માન કરાશે. 

કોહલી, બુમરાહ કે પંડ્યા નહીં આ 4 ખેલાડીઓને વિધાનસભામાં અપાશે વિશેષ સન્માન

T20 World Cup 2024: ટી20માં વર્લ્ડ ચેમ્પિયન બનેલી ટીમ ઈન્ડિયાનું ભારતમાં આગમન થઈ ચુક્યું છે. વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોઝમાં દક્ષિણ આફ્રિકાને ફાઈનલમાં હરાવીને ટીમ ઈન્ડિયા વિશ્વ વિજેતા બન્યું છે. આ વિશ્વ વિજેતા ટીમમાં એક નહીં અનેક ચેમ્પિયન ખેલાડીઓ છે. ત્યારે વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ કે હાર્દિક પંડ્યા નહીં પણ આ ચાર ખેલાડીઓનું મહારાષ્ટ્ર વિધાનસભામાં કરવામાં આવશે વિશેષ સન્માન.

ટીમ ઈન્ડિયામાં આ 4 ખેલાડીઓ થશે ખાસ સન્માનઃ
શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે આ જાણકારી આપી છે. ટીમ ઈન્ડિયામાં 4 ખેલાડીઓ મુંબઈના છે. આ ચારેય મહારાષ્ટ્રના છે. રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલને આવતીકાલે સન્માનિત કરવામાં આવશે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વિધાનસભા પરિસરમાં આવશે. તેમનું સન્માન કરવામાં આવશે. પ્રતાપ સરનાયકે જણાવ્યું હતું કે આ વિશ્વ ચેમ્પિયન ખેલાડીઓનું સન્માન કર્યા બાદ અન્ય ખેલાડીઓને પણ પ્રેરણા મળશે. તેમનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવશે. આ ખેલાડીઓએ દેશને ગૌરવ અપાવ્યું છે. તેથી, અમે આ ખેલાડીઓને યોગ્ય સન્માન આપવા જઈ રહ્યા છીએ.  

 

From #TeamIndia to the fans, thank you for your unwavering support 🤗#T20WorldCup | #Champions pic.twitter.com/GaV49Kmg8s

— BCCI (@BCCI) July 4, 2024

 

ટીમ ઈન્ડિયાના વિશ્વ વિજેતા ખેલાડીઓનું મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ સ્વાગત કરવામાં આવશે. મહત્વનું છે કે ધારાસભ્યોએ માંગ કરી હતી કે આ ખેલાડીઓનું વિધાનસભામાં પણ સ્વાગત કરવામાં આવે. રોહિત પવારે પણ માંગ કરી હતી કે એક કાર્યક્રમ યોજવો જોઈએ. વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે પણ નિર્દેશ આપ્યો કે સરકારે આ અંગે વિચારવું જોઈએ. જે બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ આ વાતની પુષ્ટિ કરી અને ખુલાસો કર્યો કે તેઓ મુંબઈવાસીઓ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, યશસ્વી જયસ્વાલનું સન્માન કરશે.  

ખેલાડીઓ વડાપ્રધાન મોદીને પણ મળ્યા હતાઃ
ટીમ ઈન્ડિયા આજે વહેલી સવારે દિલ્હી પહોંચી હતી. ત્યારબાદ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ ખેલાડીઓ વડાપ્રધાન મોદીને પણ મળ્યા હતા. આ મુલાકાત બાદ ટીમ ઈન્ડિયા મુંબઈમાં પ્રવેશ કર્યો. આ પછી મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી સ્વાગત પરેડ કાઢવામાં આવી. આ પરેડ ઓપન રૂફ બસમાં કરાઈ. બીસીસીઆઈએ આ ઈવેન્ટનું આયોજન કર્યું છે. વાનખેડે સ્ટેડિયમમાં ટીમનું શાનદાર સન્માન કરવામાં આવ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news