T20 World Cup 2022: Super-12 ની બધી ટીમ ફાઇનલ, ભારતના ગ્રુપમાં આ બે ટીમોની થઈ એન્ટ્રી
Indian Team For T20 World Cup 2022: ક્વોલિફાઇંગ રાઉન્ડથી 4 ટીમોએ સુપર-12 માટે ક્વોલિફાઇ કરી લીધુ ચે. ઝિમ્બાબ્વે અને સ્કોટલેન્ડની ટીમે ભારતના ગ્રુપમાં એન્ટ્રી કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Super-12 All Team For T20 World Cup 2022: ટી20 વિશ્વકપ 2022નો પ્રારંભ ધમાકેદાર રીતે થયો છે. જ્યાં વેસ્ટ ઈન્ડિઝ જેવી ટીમ ક્વોલિફાઇંગ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ છે. તો આયર્લેન્ડ સુપર-12માં પહોંચી છે. ટી20 વિશ્વકપ 2022ના ક્વોલિફાઇંગ મેચ સમાપ્ત થઈ ગયા છે. ક્વોલિફાઇંગ રાઉન્ડમાંથી 4 ટીમોએ સુપર-12માં જગ્યા બનાવી છે. આવો જાણીએ સુપર-12ની દરેક ટીમ વિશે..
આ ચાર ટીમોએ બનાવી જગ્યા
સુપર-12માં પહેલાથી 8 ટીમ હતી. જેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ જેવી ટીમ સામેલ છે. હવે ક્વોલિફાઇંગ રાઉન્ડથી શ્રીલંકા, નેધરલેન્ડ, ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડે સુપર-12 માટે ક્વોલિફાઈ કર્યું છે.
ભારતના ગ્રુપમાં આ બે ટીમોની થઈ એન્ટ્રી
ક્વોલિફાઇંગ રાઉન્ડથી સુપર-12ના ગ્રુપ-2માં ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડે જગ્યા બનાવી છે. ગ્રુપ-2માં ભારતીય ટીમ 27 ઓકટોબરે નેધરલેન્ડ વિરુદ્ધ રમશે. તો 6 નવેમ્બરે ટીમ ઈન્ડિયાનો સામનો ઝિમ્બાબ્વે સામે થશે. ટીમ ઈન્ડિયા પોતાનો પ્રથમ મુકાબલો 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે. આ મેચની ફેન્સ આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.
ટાઈટલ જીતવાની પ્રબળ દાવેદાર
ટીમ ઈન્ડિયા ટી20 વિશ્વકપ 2022નું ટાઇટલ જીતવાની પ્રબળ દાવેદાર છે. ભારત અત્યાર સુધી માત્ર એકવાર 2007માં ટી20 ચેમ્પિયન બન્યું હતું. ત્યારથી ટીમ આ ટ્રોફીની રાહ જોઈ રહી છે. પરંતુ આ વખતે રોહિતની આગેવાનીમાં ટીમ નવી કહાની લખી શકે છે. ભારતની પાસે ઘણા સ્ટાર પ્લેયર્સ છે, જે ટીમને ટ્રોફી સુધી પહોંચાડી શકે છે.
સુપર-12ની ટીમો
ગ્રુપ-1: ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, શ્રીલંકા અને સ્કોટલેન્ડ.
ગ્રુપ-2: ભારત, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ અને ઝિમ્બાબ્વે.
ટી20 વિશ્વકપ 2022માં ભારતના મુકાબલા (ભારતીય સમયાનુસાર)
ભારત vs પાકિસ્તાન, 23 ઓક્ટોબર, બપોરે 1.30 કલાકે, મેલબોર્ન
ભારત vs નેધરલેન્ડ, 27 ઓક્ટોબર, બપોરે 12.30 કલાકે, સિડની
ભારત vs સાઉથ આફ્રિકા, 30 ઓક્ટોબર, સાંજે 4.30 કલાકે પર્થ
ભારત vs બાંગ્લાદેશ, 2 નવેમ્બર, બપોરે 1.30 કલાકે, એડિલેડ
ભારત vs ઝિમ્બાબ્વે, 6 નવેમ્બર, બપોરે 1.30 કલાકે, મેલબોર્ન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે