આનંદો! રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે કરી દિવાળી તહેવારોમાં વધુ એક રજાની ગોઠવણ!
દિવાળીનો તહેવાર શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતી મહિના પ્રમાણે આસો મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે.
Trending Photos
ગાંધીનગર: સરકારી કર્મચારીઓને એક આનંદના સમાચાર મળી રહ્યા છે. દિવાળી અને નવા વર્ષ વચ્ચેના પડતર દિવસમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારે કર્મચારીઓને દિવાળીના તહેવારોમાં વધુ એક રજા આપી છે. 25 ઓક્ટોબરે સરકારી કચેરીઓમાં રજા રહેશે. 12 નવેમ્બરના બીજા શનિવારના બદલે 25 ઓક્ટોબરે રજા આપી છે. એટલે 12 નવેમ્બરની રજા કપાઈ ગઈ છે. હવે સરકારી કર્મચારીઓને 24, 25, 26 ઓક્ટોબર એમ ત્રણ દિવસ રજા મળશે.
દિવાળીનો તહેવાર શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતી મહિના પ્રમાણે આસો મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. ત્યારે આ વખતે દિવાળી અને બેસતુવર્ષ વચ્ચે એક દિવસ પડતર હોવાથી લોકો અસમંસજસમાં હતા. પરંતુ રાજ્ય સરકારે તેનો ઉકેલ લાવી દીધો છે. એક દિવસ પડતર હોવાના કારણે સરકારી કર્મચારીઓ 24-25-26 માંથી 25 ઓકટોબરની રજાનું અસમંસજસ ખતમ થઈ ગયું છે.
આ પણ જુઓ વીડિયો:-
રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને મંગળવારે રજા જાહેર કરવામાં આવી છે. દિવાળીના બીજા દિવસે 25 ઓક્ટોબરના રોજ રજા જાહેર થતાં સરકારી કર્મચારીઑની ખુશી બમણી થઈ છે. એટલે કે હવે દિવાળી અને નવા વર્ષ વચ્ચે પડતર દિવસે સરકારી કચેરીઓમા રજા રહેશે. જેના બદલામાં 12 નવેમ્બરના રોજ બીજા શનિવારે સરકારી કચેરી ચાલુ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે