Suresh Raina: શેર કભી બુઢ્ઢા નહીં હોતા! આ VIDEO જોઈને પ્રશંસકો થશે ખુશખુશાલ, સુપરમેન 'રૈના'એ લપક્યો કેચ
સુરેશ રૈનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. તે તેમાં બેન ડંકનો એક શાનદાર કેચ પકડતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝની સેમીફાઈનલ-1 મેચ દરમિયાનનો છે.
Trending Photos
India Legends vs Australia Legends: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના હાલ સંન્યાલ લઈ ચૂકેલા ક્રિકેટરોની લીગ રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝનો ભાગ છે. તે મેદાન પર ઘણો એક્ટિવ રહે છે અને આવા કારનામા તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર દરમિયાન પણ જોવા મળતા હતા. હાલ રૈનાની ઉંમર ભલે વધી હોય પરંતુ બોલને તેની ફીલ્ડિંગ પોઝિશનની પાર થવો આજે પણ મુશ્કેલ છે.
વાયરલ થયો વીડિયો
સુરેશ રૈનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. તે તેમાં બેન ડંકનો એક શાનદાર કેચ પકડતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝની સેમીફાઈનલ-1 મેચ દરમિયાનનો છે. સુરેશ રૈનાએ અભિમન્યુ મિથુનના બોલ પર આ કેચ લપક્યો છે. રૈનાનો જૂનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં રૈના એજ સ્કૂર્તી અને અંદાજ સાથે કેચ પકડતો જોવા મળી રહ્યો છે.
🥺🥺Shades of Vintage Suresh Raina🥺#SureshRaina @ImRaina @RSWorldSeries pic.twitter.com/D8HDlfcy2h
— Rainahari (@Rainahari8) September 28, 2022
જૂના અંદાજમાં મનાવ્યો જશ્ન
અમિમન્યુ મિથુનની ઈનિંગની 16મી ઓવરના છેલ્લા બોલ પર સુરૈશ રૈનાએ બેન ડંકનો કેચ પકડ્યો હતો. બેન ડંકની બહાર જતી બોલ પર ફટકારવાની કોશિશ કરી અને બેકવર્ડ પોઈન્ટ પર શોર્ટ રમ્યો પરંતુ રૈનાએ કેચ પકડવામાં કોઈ ભૂલ કરી નહોતી. રૈનાએ હવામાં છલાંગ લગાવી અને બોલને લપક્યા બાદ એવી રીતે ઉછળ્યો હતો કે રૈનાના જૂના દિવસો યાદ આવી ગયા.
સચિનની કેપ્ટનશિપમાં રમી રહી છે ઈન્ડિયા લીજેન્ડ્સ ટીમ
રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ઈન્ડિયા લીજેન્ડ્સની વચ્ચે રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝ 2022ની પહેલી સેમીફાઈનલ મેચ દરમિયાનનો આ વીડિયો છે. ઈન્ડિયા લીજેંડ્સના કેપ્ટન દિગ્ગજ સચિન તેંદુલકરે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયા લીજેંડ્સને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ઈનિંગની 17 ઓવરની રમત બાદ વરસાદના કારણે તેણે રોકવી પડી. ત્યાં સુધી ઓસ્ટ્રેલિયા લીજેંડ્સ ટીમે પાંચ વિકેટ ગુમાવીને 136 રન ફટકાર્યા હતા. રિઝર્વ ડે એટલે ગુરુવારે રમત પુરી થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે