Neeraj Chopra Video: ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડા વડોદરામાં ગરબે ઘૂમ્યા, ખુશ થઈને જાણો શું કહ્યું?

Neeraj Chopra Video: ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનારા એથલીટ નીરજ ચોપડા ગઈ કાલે વડોદરાના મહેમાન બન્યા. અહીં તેમણે ગરબા મહોત્સવમાં ભાગ લીધો અને લોકો સાથે ગરબે પણ ઘૂમ્યા. માતાજીની આરતી પણ કરી. વડોદરાના ગરબા નિહાળી નીરજ ચોપડા ખુશ થઈ ગયા. શહેરના નવલખી મેદાનમાં આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં નીરજ ચોપડાએ ભાગ લીધો હતો. 

Neeraj Chopra Video: ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડા વડોદરામાં ગરબે ઘૂમ્યા, ખુશ થઈને જાણો શું કહ્યું?

રવિ અગ્રવાલ, વડોદરા: ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનારા એથલીટ નીરજ ચોપડા ગઈ કાલે વડોદરાના મહેમાન બન્યા. અહીં તેમણે ગરબા મહોત્સવમાં ભાગ લીધો અને લોકો સાથે ગરબે પણ ઘૂમ્યા. માતાજીની આરતી પણ કરી. વડોદરાના ગરબા નિહાળી નીરજ ચોપડા ખુશ થઈ ગયા. શહેરના નવલખી મેદાનમાં આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં નીરજ ચોપડાએ ભાગ લીધો હતો. 

નીરજ ચોપડાએ ગુજરાતનું ગૌરવ એવા ગરબાનો આનંદ માણ્યો હતો. ગરબે ઘૂમ્યા બાદ નીરજ ચોપડાએ કહ્યું કે, આટલી મોટી સંખ્યામાં એકસાથે ભેગા થઈ રમતા લોકોને પહેલીવાર જોયા. આ ઉપરાંત તેમણે આવનાર નેશનલ સ્પોર્ટ્સ ગેમના સ્પર્ધકોને શુભકામના પણ પાઠવી. નીરજ ચોપડાએએ કહ્યું કે દેશમાં સ્પોર્ટ્સનું ભાવિ ઉજ્જવળ છે. દેશમાં ખેલને વધુ પ્રોત્સાહન મળે તે માટે પીએમ મોદી સાથે મળવાની પણ વાત તેમણે કરી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 29, 2022

નીરજ ચોપડાનો ગરબે ઘૂમતો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતના ગરબા વર્લ્ડ ફેમસ છે ત્યારે નીરજ ચોપડા પોતે પણ આ અવસરે ગુજરાત આવ્યા તો પોતાની જાતને ગરબા રમતા રોકી શક્યા નહીં. 

અત્રે જણાવવાનું કે નીરજ ચોપડા નેશનલ ગેમ્સ અર્થે ગુજરાતમાં છે. ગુજરાતના 6 શહેરોમાં થનારા નેશનલ ગેમ્સનું આજે પીએમ મોદી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉદ્ધાટન કરશે. 7 વર્ષના લાંબા સમયગાળા બાદ નેશનલ ગેમ્સ થઈ રહી છે. છેલ્લા 2015માં કેરળમાં તેનું આયોજન થયું હતું. આ વખતે 7000થી વધુ એથલીટ 36 અલગ અલગ સ્પોર્ટિંગ ઈવેન્ટમાં ભાગ લેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news