Jaydev Unadkat: સૌરાષ્ટ્રના આ ખેલાડીને ટીમ ઈન્ડિયામાં સ્થાન, બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં દેખાશે

Jaydev Unadkat selected in Team India: જયદેવ ઉનડકટે 2010માં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. સાઉથ આફ્રિકા સામે કરિયરની એકમાત્ર ટેસ્ટમાં તે સેન્ચુરીયન ખાતે રમ્યો હતો. તે બાદ તેને રેડ બોલ ફોર્મેટમાં તક મળી નહોતી. રણજી ટ્રોફીમાં સતત સારો દેખાવ કર્યા બાદ તેને ફરીથી ઇન્ડિયન ટીમમાં રમવાની તક મળી છે.

Jaydev Unadkat: સૌરાષ્ટ્રના આ ખેલાડીને ટીમ ઈન્ડિયામાં સ્થાન, બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં દેખાશે

Ind vs Ban Test Match: સૌરાષ્ટ્રના સાવજનું બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે સિલેકેશન થઈ ગયું છે. અમે વાત કરી રહ્યાં છીએ જયદેવ ઉનડકટની. સૌરાષ્ટ્રની ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટનું ઇન્ડિયન ટીમમાં સિલેક્શન થયું છે. તેને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેને 12 વર્ષ પછી ઇન્ડિયન ટેસ્ટ ટીમમાં રમવાની તક મળી છે. અગાઉ તેણે 2010માં ટેસ્ટ ડેબ્યુ કર્યું પણ તે સમયે એક જ મેચ બાદ જયદેવને વધુ તક આપવામાં આવી નહોતી.

આ અંગે BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહે કહ્યું કે, સતત સારા દેખાવ અને રમત પ્રત્યે તેનું સમપર્ણ તેના માટે આ સફળતા લાવી છે. ડોમેસ્ટિકમાં તેની રમત અને કપ્તાની શ્રેષ્ઠ રહી છે અને તે ઇન્ડિયન કોલ ડિઝર્વ કરતો હતો. જયદેવ ઉનડકટે 2010માં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. સાઉથ આફ્રિકા સામે કરિયરની એકમાત્ર ટેસ્ટમાં તે સેન્ચુરીયન ખાતે રમ્યો હતો. તે બાદ તેને રેડ બોલ ફોર્મેટમાં તક મળી નહોતી. રણજી ટ્રોફીમાં સતત સારો દેખાવ કર્યા બાદ તેને ફરીથી ઇન્ડિયન ટીમમાં રમવાની તક મળી છે.

 

ઉલ્લેખનીય છે કે, જયદેવે રણજીની 2019-20ની સીઝનમાં રેકોર્ડ 67 વિકેટ ઝડપી હતી અને તેની કપ્તાની હેઠળ સૌરાષ્ટ્રને ચેમ્પિયન બનાવ્યું હતું. આ બાદ તાજેતરની વિજય હાઝરે ટ્રોફીમાં પણ સર્વાધિક 19 વિકેટ ઝડપીને સૌરાષ્ટ્રને ટાઇટલ અપાવ્યું હતું. વન-ડે શ્રેણીમાં ભારતીય ટીમનો દેખાવ કંઈ ખાસ રહ્યો નથી. ત્યારે હવે ટેસ્ટ શ્રેણી પર ક્રિકેટ પ્રેમીઓની નજર છે. દર્શકોને આશા છેકે, ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણી જીતીને હિસાબ બરાબર કરવાનો પ્રયાસ કરે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news