Ind vs Ban 3rd ODI:ભારત-બાંગ્લાદેશ વચ્ચે આજે સીરીઝની અંતિમ વન-ડે, શું કહે છે આંકડા?
India vs Bangladesh Head to Head: ભારત અને બાંગ્લાદેશની ટીમ અત્યારે ત્રણ મેચોની વનડે સીરીઝ રમી રહી છે. સીરીઝની પ્રથમ બે મેચો શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમા રમાઇ, અને આજે ત્રીજી અને છેલ્લી વનડે ચટગ્રામ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આવામાં જાણો વનડેમાં ભારત કે બાંગ્લાદેશ કોણ કોના પર ભારે પડી રહ્યું છે.
Trending Photos
India vs Bangladesh 3rd ODI: આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વન-ડે સીરીઝની અંતિમ મેચ રમાઈ રહી છે. ત્રણ મેચની શ્રેણીનો આ છેલ્લો મુકાબલો છે. બાંગ્લાદેશ એક એવી ટીમ છે જેણે મોટી મોટી ટીમોને હરાવીને પણ અપસેટ સર્જેલો છે. આ ટીમ એક ફિદાઈન ટીમ કહેવાય છે. જેની પાસે ગુમાવવા માટે કંઈક નથી પણ મેળવવા માટે ઘણું બધું છે. ત્યારે બીજી તરફ છે ટીમ ઈન્ડિયા. જેની માટે તેની પ્રતિષ્ઠાએ તેનો સૌથી પહેલું પ્રાધાન્ય છે. જાન જાયે પર આન ન જાયે એના જેવા ઘાટ છે. ભારતીય દર્શકો ટીમ ઈન્ડિયાને હંમેશા જીતતા જ જોવા માંગે છે. તેથી ટીમ ઈન્ડિયા પર હંમેશા પ્રેશર હોય છે. ત્યારે જોઈએ આજની મેચમાં કેવા રંગ જોવા મળે છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે સીરીઝની ત્રીજી અને અંતિમ વનડે મેચ રમાઇ રહી છે, ત્રણ મેચોની સીરીઝમાં બાંગ્લાદેશની ટીમ પ્રથમ બે વનડે મેચો જીતીને સીરીઝ સીલ કરી ચૂકી છે. આજની મેચ એકમાત્ર ઔપચારિક છે, આજની મેચ ચટગ્રામના ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાશે, આ પહેલ અમે તમને ભારત અને બાંગ્લાદેશના વનડે મેચોના હાર જીતના આંકડા બતાવી રહ્યાં છી, જાણો હેડ ટૂ હેડ કેવો છે બન્ને ટીમોનો વનડે ક્રિકેટમાં રેકોર્ડ. ભારત અને બાંગ્લાદેશની ટીમ અત્યારે ત્રણ મેચોની વનડે સીરીઝ રમી રહી છે. સીરીઝની પ્રથમ બે મેચો શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમા રમાઇ, અને આજે ત્રીજી અને છેલ્લી વનડે ચટગ્રામ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આવામાં જાણો વનડેમાં ભારત કે બાંગ્લાદેશ કોણ કોના પર ભારે પડી રહ્યું છે.
રેકોર્ડ બુકઃ
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે અત્યાર સુધી કુલ 37 વનડે મેચો રમાઇ છે, આમાં ટીમ ઇન્ડિયાએ આ 36 વનડે મેચોમાં 30 મેચો પોતાના નામે કરી છે. વળી, બાંગ્લાદેશ માત્ર 7 વનડે મેચ ભારત સામે જીત્યુ છે, આવામાં આંકડાઓ ધ્યાનમાં રાખીએ તો ભારતનુ પલડુ ભારે લાગી રહ્યું છે. જોકે, ભારતે 4 વર્ષ પહેલા વનડે સીરીઝ માટે બાંગ્લાદેશ ગઇ હતી, તે સીરીઝમાં ટીમ ઇન્ડિયાને બાંગ્લાદેશે 1-2થી માત આપી હતી. આ વખતે ફરી એકવાર બાંગ્લાદેશની ટીમ તેને દોહરાવ્યુ છે, અને ફરી એકવાર ટીમ ઇન્ડિયાને વનડે સીરીઝમાં માત આપી છે. આજની મેચમાં ભારતીય ટીમ માત્ર જીત મેળવીને આબરૂ બચાવવાનો પ્રયાસ કરી શકે છે, જોકે સામે બાંગ્લાદેશની ટીમ જીત સાથે સીરીઝમાં ક્લિન સ્વિપ કરવા પ્રયાસ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે