ICC WC Final: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ, ક્યાંથી મળશે ટિકિટ?

ICC ODI World Cup 2023: ભારતમાં વરસાદી મોસમના પ્રભાવને ધ્યાનમાં રાખીને ક્રિકેટ મેચોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને કારણે જ વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે.

ICC WC Final: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ, ક્યાંથી મળશે ટિકિટ?

ICC ODI World Cup 2023:​ ક્રિકેટ રસિકો માટે ખુબ જ ખુશીના સમાચાર છે. એક મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરાયો છેકે, અમદાવાદમાં તૈયાર થયેલાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલેકે, નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાશે વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ મેચ. સૂત્રોની માનીએ તો ઉચ્ચસ્તરેથી આ અંગે સુચનાઓ આપી દેવામાં આવી છે. જેને પગલે અત્યારથી આ અંગે આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે.

અમદાવાદમાં રમાશે વર્લ્ડ કપની ફાઈનલ મેચ:
સૂત્રોની માનીએ તો પીએમ મોદી પોતે ગુજરાતમાં વધુને વધુ ક્રિકેટ મેચ રમાય અને જેને પગલે સ્થાનિક કક્ષાએ ખેલ-કૂદને પ્રોત્સાહન મળે નવા યુવાઓને પ્રેરણા મળે તે માટે સતત પ્રયાસ કરતા રહ્યાં છે. આ ઉપરાંત ગુજરાતમાં આ સ્ટેડિયમ ખાતે મેચના આયોજનથી સ્થાનિકોને રોજગારની તક પણ ઉપલબ્ધ થાય છે. તેથી આ પ્રકારના આયોજનનોને સરકાર ખુબ જ ગંભીરતાથી લઈ રહી છે. જેને પગલે ક્રિકેટ વર્લ્ડ કપની કેટલીક મેચો અમદાવાદમાં રમાશે. ખાસ કરીને વર્લ્ડ કપની ફાઈનલ મેચ પણ અમદાવાદમાં યોજાશે તેવું હાલ એક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છેકે, એક મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરાયો છેકે, આગામી 5 ઓક્ટો.થી 19 નવે. સુધી ક્રિકેટ વર્લ્ડ કપ ચાલશે. રિપોર્ટ મુજબ અમદાવાદમાં આઇસીસી વન ડેની ફાઈનલનું આયોજન કરવામાં આવશે. અમદાવાદ સહિત દેશના 11 શહેરોમાં વર્લ્ડ કપના કુલ 48 મુકાબલા ખેલાશે. તેનું અત્યારથી જ માઈક્રો પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. બીસીસીઆઇ ૯૬૩ કરોડનો ટેક્સ ચૂકવે તેવી શક્યતા છે. રિપોર્ટમાં કરાયેલાં દાવા મુજબ ચાલુ વર્ષે બીસીસીઆઈ એટલેકે, બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઈન્ડિયા આ વખતે આઈસીસી વન ડે વર્લ્ડ કપની યજમાની કરશે. આ વર્લ્ડકપમાં વિશ્વની ટોચની 10 ટીમો ભાગ લેશે.

ક્રિકેટ વર્લ્ડ કપ માટે કરાઈ ભારતના 11 શહેરોની પસંદગીઃ
રિપોર્ટ જણાવે છે કે, બીસીસીઆઇએ વર્લ્ડકપના યજમાન તરીકે જે ૧૧ શહેરોના શોર્ટલીસ્ટ કર્યા છે, જેમાં બેંગાલુરુ, ચેન્નાઈ, દિલ્હી, ધરમશાલા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, ઈન્દોર, રાજકોટ અને મુંબઈનો સમાવેશ થાય છે. નોંધપાત્ર છે કે, બીસીસીઆઇએ હજુ આઇસીસી વન ડે વર્લ્ડકપના કાર્યક્રમ અંગે કોઈ જાહેરાત કરી નથી.

ક્યાંથી મળશે ક્રિકેટ મેચની ટિકિટ?
આઈસીસી દ્વારા હજુ સુધી મેચને લઈને કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરાઈ નથી. જોકે, સામાન્ય રીતે મીડિયા રિપોર્ટમાં જે પણ વાતો કહેવામાં આવી છે જો તે સાચી ઠરે તો મેચની જાહેરાત બાદ ઓનલાઈન ટિકિટોનું વિતરણ થઈ શકે છે. જેથી તમારે નક્કી કરાયેલી વેબસાઈટ પર જઈને ટિકિટ બુક કરાવવાની હોય છે. સત્તાવાર જાહેરાત બાદ જ આ અંગે સ્પષ્ટતા થશે.

ભારતમાં વરસાદી મોસમના પ્રભાવને ધ્યાનમાં રાખીને ક્રિકેટ મેચોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને કારણે જ વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે. રિપોર્ટમાં એવું પણ જણાવાયું છેકે, આ ક્રિકેટ વર્લ્ડ કપથી આઇસીસીને બ્રોડકાસ્ટીંગ રાઈટ્સથી તગડી આવક થશે. જેના પર ભારત સરકાર આશરે 963 કરોડનો ટેક્સ લગાવશે. આ ટેક્સ પણ બીસીસીઆઈ ચુકવશે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news