Salary Hike: પ્રાઈવેટ નોકરી કરનારા માટે આવ્યા ખુશખબર, પગારને લઈને આવ્યા મહત્વના અપડેટ!

Salary Incriment: જો તમે નોકરીયાત હોવ અને પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા હોવ તો તમારા માટે ખુશખબર છે. માર્ચ મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને 1 એપ્રિલથી તમારું ઈન્ક્રીમેન્ટ લાગૂ થઈ જશે. જો કે અનેક કંપનીઓ તેની જાહેરાત થોડા સમય બાદ કરશે અને પોતાના કર્મચારીઓને વધેલા પગારની ચૂકવણી એરિયર સાથે કરશે.

Salary Hike: પ્રાઈવેટ નોકરી કરનારા માટે આવ્યા ખુશખબર, પગારને લઈને આવ્યા મહત્વના અપડેટ!

Salary Incriment: જો તમે નોકરીયાત હોવ અને પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા હોવ તો તમારા માટે ખુશખબર છે. માર્ચ મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને 1 એપ્રિલથી તમારું ઈન્ક્રીમેન્ટ લાગૂ થઈ જશે. જો કે અનેક કંપનીઓ તેની જાહેરાત થોડા સમય બાદ કરશે અને પોતાના કર્મચારીઓને વધેલા પગારની ચૂકવણી એરિયર સાથે કરશે. આ બધા વચ્ચે પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓના પગારમાં 2023માં સરેરાશ 10.2 ટકાનો વધારો થઈ શકે છે. 

પગારમાં સરેરાશ 10.2% ના વધારાની આશા
આ વખતે સૌથી વધુ ઈન્ક્રીમેન્ટ ઈ કોમર્સ, પ્રોફેશનલ સર્વિસિસ, અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરમાં જોવા મળવાની આશા છે. એક રિપોર્ટથી આ વાત સામે આવી છે. પ્રોફેશનલ સેવા આપનારી ઈવાઈના રિપોર્ટ મુજબ 'ફ્યૂચર ઓફ પે' 2023 (Future of Pay) માં કહેવાયું છે કે દેશમાં 2023માં પગારમાં સરેરાશ 10.2 ટકાનો વધારો થઈ શકે છે. જે 2022ની સરખામણીમાં 10.4 ટકાની સરખામણીમાં ઓછો છે. પરંતુ આમ છતાં બેવડા અંકની ટકાવારીમાં છે. 

2022ની સરખામણીમાં ઓછો
રિપોર્ટમાં કહેવાયું છે કે આ વર્ષે પગારમાં અંદાજે વધારો તમામ સેક્ટરમાં જોવા મળશે. જે 2022ની સરખામણીમાં મામૂલી ઓછો રહેશે. જો કે કારખાનાઓમાં કામ કરતા કામદારોના મામલામાં આ વર્ષે પગાર વધારો 2022ની સરખામણીમાં ઓછો  થવાની શક્યતા છે. રિપોર્ટ મુજબ સૌથી વધુ જે સેક્ટરોમાં પગાર વધારાનો અંદાજો છે તે તમામ ટેક્નોલોજી સાથે જોડાયેલા છે. 

એવું કહેવાયુ છે કે ઈ કોમર્સ સેક્ટરમાં સૌથી વધુ 12.5 ટકાનો પગાર વધારો થવાની આશા છે ત્યારબાદ પ્રોફેશનલ સેવાઓમાં 11.9 ટકા અને આઈટી સેક્ટરમાં 10.8 ટકા વધારો થવાની શક્યતા છે. ઈવાઈનો રિપોર્ટ સર્વે પર આધારિત છે. આ સર્વે ડિસેમ્બર 2022થી ફેબ્રુઆરી 2023 વચ્ચે કરાયો હતો. જેમાં દેશમાં મધ્યમથી લઈને મોટા સંગઠનોના 150 મુખ્ય માનવ સંસાધન અધિકારીઓ સામેલ થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news