T20I rankings: દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓને થયો મોટો ફાયદો
બેટ્સમેનોના રેન્કિંગમાં પાકિસ્તાનનો બાબર આઝમ પ્રથમ સ્થાન પર યથાવત છે અને ટોપ-10માં કોઈ ફેરફાર થયો નથી.
Trending Photos
દુબઈઃ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ત્રણ મેચોની ટી20 સિરીઝ બાદ આઈસીસીએ તાજા રેન્કિંગ જાહેર કરી દીધું છે. દક્ષિણ આફ્રિકા (120)ને 3-0ની જીતથી બે પોઈન્ટનો ફાયદો થયો અને તે પાંચમાં સ્થાન પર છે. શ્રીલંકા (84)ને બે પોઈન્ટનું નુકસાન થયું અને તે નવમાં સ્થાન પર છે.
બેટ્સમેનોના રેન્કિંગમાં પાકિસ્તાનનો બાબર આઝમ પ્રથમ સ્થાન પર યથાવત છે અને ટોપ-10માં કોઈ ફેરફાર થયો નથી. ટોપ-10ની બહાર દક્ષિણ આફ્રિકાના રીઝા હેન્ડ્રિક્સ 26 સ્થાનના ફાયદાથી 15માં, જેપી ડ્યુમિની 7 સ્થાનના ફાયદાથી 32માં અને રસી વૈન ડર ડુસેન 33 સ્થાનના ફાયદાથી 41માં સ્થાન પર છે. શ્રીલંકાનો નિરોશન ડિકવેલા 19 સ્થાનના ફાયદાથી 78માં, ઇસુરૂ ઉદાના 106 સ્થાનના ફાયદાથી 144માં અને કુસલ મેન્ડિસ 191 સ્થાનના ફાયદાથી 167માં સ્થાન પર છે.
બોલરોના રેન્કિંગમાં અફગાનિસ્તાનનો રાશિદ ખાન પ્રથમ સ્થાને યથાવત છે. આફ્રિકાનો એન્ડીલે ફેકલુકવાયો 14 સ્થાનના ફાયદાથી ટોપ-10માં પહોંચી ગયો છે અને તે 10માં સ્થાને છે. ટોપ-10ની બહાર દક્ષિણ આફ્રિકાના ક્રિસ મોરિસને બે સ્થાનના ફાયદાથી 18માં, તબરેજ શમ્સી 41 સ્થાનના ફાયદાથી 35માં અને લુથો સિપામ્લા 79 સ્થાનના ફાયદાથી 21માં, લસિથ મલિંગા 11 સ્થાનના ફાયદાથી 42માં અને ઇસુરૂ ઉદાના 12 સ્થાનના ફાયદાથી 51માં સ્થાન પર છે.
ઓલરાઉન્ડરોમાં ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ પ્રથમ સ્થાને છે. ટોપ-10માં શ્રીલંકાનો થિસારા પરેરા એક સ્થાનના નુકસાનથી સાતમાં અને આફ્રિકાનો જેપી ડ્યુમિની નવમાં સ્થાને છે.
ટોપ-10 બેટ્સમેન
1. બાબર આઝમ, પાકિસ્તાન- 885
2. કોલિન મુનરો, ન્યૂઝીલેન્ડ- 825
3. ગ્લેન મેક્સવેલ, ઓસ્ટ્રેલિયા- 815
4. એરોન ફિન્ચ, ઓસ્ટ્રેલિયા- 782
5. કેએલ રાહુલ, ભારત- 726
6. હઝરતુલ્લાહ જજાઈ, અફગાનિસ્તાન- 718
7. ડાર્સી શોર્ટ, ઓસ્ટ્રેલિયા- 715
8. એવિન લુઈસ, વેસ્ટઈન્ડિઝ- 707
9. ફખર જમાન, પાકિસ્તાન- 700
10. એલેક્સ હેલ્સ, ઈંગ્લેન્ડ- 678
ટોપ-10 બોલર
1. રાશિદ ખાન, અફગાનિસ્તાન- 780
2. શાદાબ ખાન, પાકિસ્તાન- 720
3. આદિલ રાશિદ, ઈંગ્લેન્ડ- 709
4. ઇમાદ વસીમ, પાકિસ્તાન- 705
5. કુલદીપ યાદવ, ભારત - 699
6. એડમ ઝમ્પા, ઓસ્ટ્રેલિયા - 672
7. શાકિબ અલ હસન, બાંગ્લાદેશ- 658
8. ઇશ સોઢી, ન્યૂઝીલેન્ડ- 657
9. ફહીમ અશરફ, પાકિસ્તાન - 655
10. એન્ડીલે ફેકલુકવાયો, દક્ષિણ આફ્રિકા- 649
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે