NZ vs PAK: ન્યૂઝીલેન્ડ પહોંચેલી પાકિસ્તાન ટીમના છ સભ્યો કોરોના પોઝિટિવ

ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાની ટીમના છ ખેલાડી કોરોનાથી સંક્રમિત થયા છે. આ બાદ ન્યૂઝીલેન્ડ ક્રિકેટે પ્રોટોકોલ તોડવાનો આરોપ લગાવ્યો છે. 
 

NZ vs PAK: ન્યૂઝીલેન્ડ પહોંચેલી પાકિસ્તાન ટીમના છ સભ્યો કોરોના પોઝિટિવ

નવી દિલ્હીઃ Pakistan Tour of New Zealand: પાકિસ્તાનની ટીમ ટી20 અને ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. પાકિસ્તાનની ટીમ કીવીની ધરતી પર પહોંચ્યા બાદ પ્રોટોકોલ મુજબ કોરોના ટેસ્ટ કરાવ્યા અને આ વચ્ચે ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ન્યૂઝીલેન્ડ પહોંચી પાકિસ્તાની ટીમના છ સભ્યો કોરોના પોઝિટિવ છે. આ વાતની જાણકારી ખુદ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આપી છે. 

ન્યૂઝીલેન્ડ ક્રિકેટને આજે તે વાતની જાણકારી મળી છે કે પાકિસ્તાનની ટીમ આ સમયે ક્રાઇસ્ટચર્ચમાં છે અને આ પાકિસ્તાન પ્રવાસે જનારા છ સભ્યો કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. તેવામાં પાકિસ્તાન ટીમના આ સભ્યોને આઈસોલેશનમાં રાખવામાં આવશે. આ કારણ છે કે પાકિસ્તાની ટીમને ટ્રેનિંગ કરવાની મંજૂરી મળી હતી, પરંતુ હવે તપાસ પૂરી થવા સુધી રોકી દેવામાં આવી છે. 

ખેલ, રાજનીતિથી લઈને ફિલ્મ જગત, મારાડોનાના નિધન પર દુનિયાએ વ્યક્ત કર્યુ દુખ

પાકિસ્તાન ટીમ માટે આ ખુબ નિરાશાજનક છે, કારણ કે આટલી મોટી સંખ્યામાં ટીમના સભ્યો કોરોનાથી સંક્રમિત થયા છે. પરંતુ લાહોર છોડ્યા પહેલા ન્યૂઝીલેન્ડ માટે નિકળેલી પાક ટીમના બધા સભ્યોના કોવિડ ટેસ્ટ થયા, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે તે વાતની જાણકારી જાહેર કરી નથી કે ક્યા ખેલાડી કોરોનાથી સંક્રમિત થયા છે. 

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડને તે પણ જાણ કરવામાં આવી કે પાકિસ્તાન ટીમના કેટલાક સભ્યોએ પ્રતિબંધ આઇસોલેશનના પ્રથમ દિવસે પ્રોટોલોકનું ઉલ્લંઘન કર્યુ હતું. તેવામાં કીવી ક્રિકેટ બોર્ડે કહ્યું કે, તેની જરૂરીયાતોને સમજવામાં તેમની સહાયતા માટે અમે મહેમાન ટીમની સાથે વિચાર કરીશું. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ જાહેર સ્વાસ્થ્ય અને સુરક્ષાને આંતરરાષ્ટ્રીય ટીમોની યજમાનીમાં સર્વોપરિ માને છે અને સ્વાસ્થ્ય તથા સરકારની સ્થિતિ માટે સહાયક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news